ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું- "લોકશાહીની શક્તિ મને અહીં લાવી" - દેશના 15માં રાષ્ટ્રપતિ

દ્રૌપદી મુર્મુએ આજે ​​(સોમવારે) દેશના 15માં રાષ્ટ્રપતિ (15th President of country Draupadi Murmu) તરીકે શપથ લીધા છે. દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, "હું દેશની પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે. આપણે સ્વતંત્ર ભારતના નાગરિકોની સાથે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરવાના પ્રયાસો વધારવા પડશે. આપણી શક્તિ લોકશાહી એ છે કે ગરીબ ઘરમાં જન્મેલી પુત્રી, દૂરના આદિવાસી વિસ્તારમાં જન્મેલી પુત્રી ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે છે."

દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું- "લોકશાહીની શક્તિ મને અહીં લાવી"

author img

By

Published : Jul 25, 2022, 11:32 AM IST

નવી દિલ્હી: દ્રૌપદી મુર્મુએ આજે ​​(સોમવારે) દેશના 15મા રાષ્ટ્રપતિ (15th President of country Draupadi Murmu) તરીકે શપથ લીધા છે. તે દેશની પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ (First woman tribal president of country) છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ અને હસ્તીઓ હાજર રહી હતી.

આ પણ વાંચો: President Oath Taking Ceremony : દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યાં

દ્રૌપદી મુર્મુએ પોતાનું સંબોધન શું કહ્યું : દ્રૌપદી મુર્મુએ પોતાનું સંબોધન જોહર! નમસ્તે !થી શરૂ કર્યું હતું. આ પછી તેમણે કહ્યું કે, "હું દેશની પહેલી રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે. આપણે સ્વતંત્ર ભારતના નાગરિકોની સાથે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયાસોને વેગ આપવાના છે. મારો જન્મ ઓડિશામાં થયો હતો. એક આદિવાસી ગામમાં થયો, પરંતુ દેશની લોકશાહીની શક્તિ જ મને આ સ્થાને લઈ ગઈ છે."

  • राष्ट्रपति द्रौपदी मुर्मू ने संसद के सेंट्रल हॉल में उनके शपथ ग्रहण समारोह में शामिल होने पर प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय मंत्रियों, कांग्रेस की अंतरिम अध्यक्ष सोनिया गांधी और अन्य गणमान्य लोगों को बधाई दी।

    (स्रोत: संसद टीवी) pic.twitter.com/ep93phOE6S

    — ANI_HindiNews (@AHindinews) July 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આઝાદીના 75માં વર્ષમાં મને આ નવી જવાબદારી મળી : દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, "દેશ દ્વારા મને એવા મહત્વપૂર્ણ સમયગાળામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યો છે કે, જ્યારે આપણે આપણી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આજથી થોડા દિવસો પછી દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. યોગાનુયોગ કે જ્યારે દેશ તેની આઝાદીના 50માં વર્ષની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ અને આજે આઝાદીના 75માં વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.

દ્રૌપદી મુર્મુએ કહ્યું હું મારા ગામની કોલેજમાં જનાર પ્રથમ દીકરી બની હતી : દ્રૌપદી મુર્મુએ સંસદમાં કહ્યું કે, "મેં ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામમાંથી મારી જીવનયાત્રાની શરૂઆત કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું, ત્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવું એ મારા માટે એક સપનું પણ હતું, પરંતુ અનેક અવરોધો છતાં મારો સંકલ્પ મક્કમ રહ્યો અને હું મારા ગામની કોલેજમાં જનાર પ્રથમ દીકરી બની હતી. ગરીબ ઘરમાં જન્મેલી દીકરી, દૂરના આદિવાસી વિસ્તારમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે એ આપણી લોકશાહીની શક્તિ છે.

આ પણ વાંચો: આજનો દિવસ ખાસ છે: મુર્મુ આ તારીખે શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ હશે

રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી : દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, "રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો સપના કરી શકે છે અને તેને પૂરા કરી શકે છે. 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ છે. આ દિવસ છે. ભારતીય દળોની બહાદુરી અને સંયમનું પ્રતીક છે. હું તમામ નાગરિકો અને સેનાઓને કારગિલ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.