નવી દિલ્હી: નવી દિલ્હીમાં રાજપથ ખાતે 2023ના ગણતંત્ર દિવસ પહેલા પરેડની પ્રેક્ટિસ ચાલી રહી છે. આર્મી, એરફોર્સ અને નેવીના જવાનોએ રાજપથ તરફ કૂચ કરી હતી. આ ઉપરાંત અલગ-અલગ રાજ્યોની ટુકડીઓએ પણ શાલદાર પરેડની ઝલક જોવા મળી છે. પ્રજાસત્તાક દિવસ 2023 પહેલા, આર્મી, એરફોર્સ અને નેવીના કર્મચારીઓએ ફુલ ડ્રેસ પરેડ રિહર્સલ દરમિયાન રાજપથ તરફ કૂચ કરી હતી. આ પરેડ દર વર્ષે રાજપથ પર થાય છે, જેનું નામ હવે કર્તવ્ય પથ, નવી દિલ્હી છે.
બંધારણનો અમલઃ પ્રજાસત્તાક દિવસ એ તારીખને ચિહ્નિત કરે છે અને ઉજવણી કરે છે કે જે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું જે 26 જાન્યુઆરી, 1950 છે. આ દિવસે જુદા જુદા રાજ્યમાંથી આવેલા યુવાનો જેઓ જે તે સુરક્ષા પાંખ સાથે જોડાયેલા હોય એ પરેડ કરે છે. જેના બદલામાં એમને સર્વિસ સંબંધી પ્રમાણપત્ર આપવામાં આવે છે.
પ્રથમ પરેડઃ પ્રથમ પરેડ 1950 માં યોજાઈ હતી, અને ત્યારથી તે દર વર્ષે યોજાય છે. આ સાંસ્કૃતિક સ્પર્ધા વૈવિધ્યસભર પરંતુ અખંડ ભારતનું પ્રતીક છે. ખાસ કરીને દર વર્ષે સૈન્ય શક્તિ અને સેનાના નવા સાહસ અંગે પ્રદર્શન કરવામાં આવે છે. રાજપથ પર આ ઝાંખી જોવા માટે અનેક રાજ્યમાંથી લોકો દિલ્હી આવે છે.
એર એક્સપરિમેન્ટઃ આર્મી, એરફોર્સ અને નેવીના કર્મચારીઓ 26 જાન્યુઆરી, 2023ના રોજ રાષ્ટ્રપતિ ભવનથી રાજપથ, ઈન્ડિયા ગેટ અને ત્યાંથી લાલ કિલ્લા સુધી કૂચ કરશે. સૈન્યમાં નવા સામિલ થયેલા ફાઈટર્સ અને ચોપર્સને અહીં પ્રદર્શિત કરવામાં આવે છે. આ સાથે એમની તાકાતનો પણ પરિચય મળી રહે છે.
મહિલા નેતૃત્વઃ પ્રજાસત્તાક દિવસની પરેડના રિહર્સલ દરમિયાન અસમ રાઈફલ્સની મહિલા કર્મચારીઓએ માર્ચ પાસ્ટ કર્યું. દર વર્ષે જુદી જુદી સુરક્ષા શાખાઓ મહિલાઓ માટે દ્વાર ખોલી રહી છે. હવે સૈન્યમાં મહિલાઓને સ્થાન જ નહીં પણ છેક નેતૃત્વ સુધીનું પદ મળી રહ્યું છે. જે સમગ્ર ટીમને લીડ કરી રહી છે.
માર્ચપાસ્ટઃ પરેડ રિહર્સલ દરમિયાન, આસામ રાઈફલ્સની ટુકડી કર્તવ્ય પથ ખાતે માર્ચ પાસ્ટ કરી હતી. જેમાં સંયમ, શિસ્ત અને આદેશપાલનના દર્શન થયા છે. છેલ્લા આઠ દિવસથી જુદી જુદી સૈન્ય પાંખ આ પરેડની પ્રેક્ટિસ કરી રહી છે.
તટરક્ષકઃ ભારતીય કોસ્ટ ગાર્ડની એક કૂચ ટુકડી પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન ક્લિક થઈ હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ તટરક્ષક પણ કહેવામાં આવ્યા છે. જેઓ દરિયાઈ વિસ્તારની સુરક્ષા દુશ્મન સામે કરે છે. આ વખતે સૈન્ય સર્વિસમાં સામિલ થયેલી વાગીરથી દરિયાઈ સુરક્ષામાં મોટો વધારો થવા પામ્યો છે.
સંગીત સાથે સમર્પણઃ આ દિવસે, લોકો દેશભક્તિની લાગણીઓથી પ્રેરિત થાય છે અને રાષ્ટ્રીય ગીતો, રાષ્ટ્રગીત, પરેડ અને વધુ વગાડીને તેની ઉજવણી કરે છે. દર વર્ષે જુદા જુદા સૈન્ય બેન્ડ પણ પરેડ કરે છે. જેમાં તેઓ જુદા જુદા દેશભક્તિના ગીત તૈયાર કરીને દિલ્હીમાંથી એની રજૂઆત કરે છે. જોકે, આ માટે પણ તેઓ મહિલાઓ પહેલાથી ધૂન તૈયાર કરે છે. પછી દિલ્હીમાં આવીને પરેડ સાથે એનું પ્રદર્શન કરે છે.
ઊંટથી પણ ઊંચાઃ ટુકડી અને મહિલા કર્મચારીઓની સાથે, BDSFના ઊંટ પર સવાર સૈનિકોએ નવી દિલ્હીમાં રિહર્સલ દરમિયાન માર્ચ પાસ્ટ કર્યું. રાજસ્થાન રેજીમેન્ટ દર વર્ષે કંઈક નવું લઈને આવે છે. ઊંટ પરથી પરેડ એ નવી વાત નથી. પણ આ વખતે ઊંટ પર ઊભા થઈને દેશના તિરંગાને સલામી આપવામાં આવી રહી છે.
વેલકમઃ કોઈપણ વ્યક્તિ 26 જાન્યુઆરી, 2023 ના રોજ ટીવી પર લાઈવ પરેડ જોઈ શકે છે અથવા તેને રૂબરૂ જોવા માટે દિલ્હીમાં સમારંભમાં હાજરી આપી શકે છે. આ માટે જુદા જુદા ઝોન આધારિત ટિકિટ નક્કી હોય છે. આ પછી એક દિવસ માટે રાજપથ બંધ રાખવામાં આવે છે. જ્યારે દેશના મહત્ત્વના સ્મારક જેવા કે રાષ્ટ્રપતિ ભવન પરિસર લોકો માટે ખોલવામાં આવે છે. જ્યાં પરિસરની સાથે કોમન પ્લોટની પણ દેશવાસીઓ મુલાકાત લઈ શકે છે.