- પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) મુશ્કેલી વધી
- ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) કંપની સામે વધુ એક નવો કેસ નોંધાયો
- રાજ કુન્દ્રાની જામીન અરજી નામંજૂર
મુંબઈ: મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટે (Esplanade Court) પોનોગ્રાફી મામલે (pornography case) રાજ કુંદ્રા (Raj Kundra) અને રયાન થોર્પ (Ryan Thorpe)ની જામીન અરજીને નામંજૂર કરી દીધી છે.
રાજ કુન્દ્રાની જામીન અરજી નામંજૂર
પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) સપડાયેલા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. કારણ કે, રાજ કુન્દ્રાની કંપની સામે વધુ એક નવો કેસ નોંધાયો છે, પરંતુ આ કેસમાં રાજનું નામ નથી. આ FIR રાજ કુન્દ્રાની (Raj Kundra) કંપની હોટશોટ અને ગહના વશિષ્ઠ (Gehana Vasisth) સામે નોંધવામાં આવી છે. આમાં ચાર પ્રોડ્યુસર્સના નામ પણ સામેલ છે. આ કેસ એક મોડલે કર્યો છે, જેણે કહ્યું હતું કે, તેને એડલ્ટ (Adult) કન્ટેન્ટવાળી ફિલ્મમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હતી.
મોડલે મુંબઈ ક્રાઈમબ્રાન્ચ (Mumbai Crimebranch)નો સપંર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેને મોટા બજેટની ફિલ્મનું વચન આપી એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મમાં કામ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલાને સાંભળીને ક્રાઈમબ્રાન્ચે મોડલને FIR નોંધાવવા કહ્યું હતું. જોકે, આ ઘટના માલવાની વિસ્તારની છે. આ માટે કેસ પણ માલવાની પોલીસ સ્ટેશન (Malvani Police Station)માં નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Porn Film Case: રાજ કુંદ્રાને અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો
આ કેસ મુંબઈ ક્રાઈમબ્રાન્ચને (Mumbai Crimebranch) ટ્રાન્સફર કરાશે
આ કેસમાં ગહના વશિષ્ઠ (Gehana Vasisth), હોટશોટ કંપનીના (Hotshot Company) પ્રોડ્યુસર્સના નામ છે અને આ કંપનીના માલિક રાજ કુન્દ્રા છે. રાજ કુન્દ્રાનું (Raj Kundra) નામ આ કેસમાં નથી, પરંતુ આનાથી રાજની મુશ્કેલી ઓછી થતી નથી જોવા મળી રહી. માલવાની પોલીસ સ્ટેશન (Malwani Police Station)માં નોંધાયેલો આ કેસ મુંબઈ ક્રાઈમબ્રાન્ચને (Mumbai Crimebranch) ટ્રાન્સફર કરવામાં આવશે, જે આગળની તપાસ કરશે.
આ પણ વાંચો- શા માટે ગુજરાતના વેપારીએ રાજ કુંદ્રાની સામે નોંધાવી ફરિયાદ, જાણો...
રાજ કુન્દ્રા અત્યારે 14 દિવસની કસ્ટડીમાં છે
પોર્નોગ્રાફી કેસમાં (Pornography Case) ગહના વશિષ્ઠને (Gehana Vasisth) ક્રાઈમબ્રાન્ચે પહેલા જ સમન્સ પાઠવ્યું છે. ક્રાઈમબ્રાન્ચ ગહનાનું નિવેદન ઈચ્છે છે. જોકે, અભિનેત્રીએ પોતાની ખરાબ તબિયતનું બહાનું કાઢી ગુરૂવારે કે શુક્રવારે હાજર થવાનું કહ્યું હતું. આ કેસમાં કોર્ટે રાજ કુન્દ્રાને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે.