ETV Bharat / bharat

કાશ્મીરમાં પોલીસકર્મીની ગોળી મારીને હત્યા - SMHS Hospital

શ્રીનગરના બટમાલૂ(Batmaloo of Srinagar) વિસ્તારમાં આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી(Policeman) શહીદ થયો હતો, જેની ઓળખ તૌસીફ અહેમદ તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે તેમજ હુમલાખોરોને પકડવા માટે શોધખોળ ચાલુ છે.

કાશ્મીરમાં પોલીસકર્મીની ગોળી મારીને હત્યા

author img

By

Published : Nov 8, 2021, 8:13 AM IST

  • શ્રીનગરમાં આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી
  • તૌસીફ અહેમદ વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીર પોલીસમાં જોડાયો હતો
  • સમગ્ર ધટનાને લઈને હાલ પોલીસે તપાસ શરુ કરી છે

શ્રીનગર: કાશ્મીરના શ્રીનગર બાટમાલૂ(Batmaloo of Srinagar)માં અજાણ્યા આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. શ્રીનગર શહેરના બટમાલૂ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક પોલીસકર્મી(Policeman) શહીદ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસકર્મીની ઓળખ તૌસીફ અહેમદ તરીકે થઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, રાત્રે લગભગ આઠ વાગ્યે, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ તૌસીફ અહેમદ પર એસડી કોલોની, બટામાલૂમાં તેમના નિવાસસ્થાન નજીક ગોળીબાર કર્યો હતો, ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ ચાલુ છે.

પોલીસકર્મીની હત્યાને લઈને ટ્વિટ

એનસીએ ટ્વિટ કર્યું, "શ્રીનગરના બટમાલૂમાં 29 વર્ષના પોલીસકર્મી પરના કાયરતાપૂર્ણ હુમલાની સ્પષ્ટ નિંદા કરો, જેમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો. નિંદા કરવા માટે શબ્દો પૂરતા નથી. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે. દુઃખની આ ઘડીમાં અમારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે.

પીડીપીએ ટ્વીટ કર્યું, "બટામાલૂમાં થયેલા હુમલાથી વ્યથિત, જેણે જમ્મુ અને કાશ્મીર પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહેમદનો જીવ લીધો. તેમના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે.

પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોને કહ્યું કે, તૌસીફ અહેમદની હત્યા વિશે સાંભળીને દુઃખ થયું છે. સીપીઆઈ(એમ)ના નેતા એમવાય તારીગામીએ પણ હત્યાની નિંદા કરી હતી. બટમાલૂનો રહેવાસી તૌસીફ અહેમદ વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીર પોલીસમાં જોડાયો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં તૈનાત હતો.

સમગ્ર ધટનાની તપાસ શરુ

મળતી માહિતી અનુસાર, 12 ઓક્ટોબરે આતંકવાદી સંગઠન TRFમાં સામેલ થયેલા લોનને તેના વતન હરમન ગામમાં ગંભીર હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કેટલાક સ્થાનિકોએ તેને ઘાયલ જોયો, પછી તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં પોલીસે તેની ધરપકડ કરી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે પુષ્ટિ કરી રહ્યા છે કે તે કેવી રીતે ઘાયલ થયો તેમજ ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ પોલીસ ગ્રેડ પે આંદોલનઃ રાજ્યમાં 27 લોકો સામે ફરિયાદ, 229 પોલીસકર્મી સામે તપાસના આદેશ

આ પણ વાંચોઃ ભારતમાંથી તાલિબાનના 14 સમર્થકો ઝડપાયા, પોલીસકર્મી પણ શામેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.