ETV Bharat / bharat

ઝેરીગેસ લીક થવાથી SDM સહિત 32 લોકો બેહોશ, ICU વોર્ડ થયો ફૂલ - Uttrakhand Rudrapur Collector

રૂદ્રપુરમાં ઝેરી ગેસ લીક ​​થવાથી 32 લોકો બેહોશ થઈ ગયા છે. ઘટનાસ્થળે પહોંચેલા SDM અને SDRF ટીમના કેટલાક સભ્યો પણ ઝેરી ગેસથી બેહોશ થઈ ગયા છે. તમામને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. Rudrapur Uttrakhand Gas Leak, SDRF Team Uttrakhand, Poisonus Gas Leak

ઝેરીગેસ લીક થવાથી SDM સહિત 32 લોકો બેહોશ, ICU વોર્ડ થયો ફૂલ

author img

By

Published : Aug 30, 2022, 8:18 PM IST

રૂદ્રપુર: ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના રૂદ્રપુરના ટ્રાન્ઝિટ કેમ્પ પોલીસ સ્ટેશન વિસ્તારના આઝાદ નગરના રૂદ્રપુરમાં ઝેરી ગેસ (Poisonus Gas Leak Rudrapur) લીક ​​થવાથી ઘણા લોકો બેહોશ થઈ ગયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ એસડીઆરએફ અને જિલ્લા પ્રશાસનની ટીમ (SDRF Team Uttrakhand) ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ઝેરી ગેસની અસરથી 32 લોકો બેહોશ (Rudrapur Uttrakhand Gas Leak) થઈ ગયા છે. આ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અલીગઢની ઇસ્લામિક સ્કૂલમાં 3 વર્ષની દિકરીને હિજાબ પહેરવા શાળાએ દબાણ કરયું

અનેક લોકોને અસરઃ આ સિવાય એસડીએમ કિછા કૌસ્તુભ મિશ્રા સહિત એસડીઆરએફના જવાનો પણ ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી પ્રભાવિત થયા છે. તેને જિલ્લા હોસ્પિટલમાં પણ એડમીટ કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભંગારની દુકાનમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાંથી ગેસ લીક ​​થયા હતા. આ પછી, ગેસની ચપેટમાં આવવાથી ઘણા લોકોને ગંભીર અસર થઈ હતી. ટીમ દ્વારા ગેસ સિલિન્ડરનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગેસ ગળતરની માહિતી મળતાં સ્થળ પર પહોંચેલી ટીમ પણ ગેસની ઝપેટમાં આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ BSF એ બે શંકાસ્પદ કાશ્મીરી નાગરિકોની ધરપકડ કરી,

શ્વાસ લેવામાં મુશ્કેલીઃ આ દરમિયાન કિછા વિસ્તારના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કૌસ્તુભ મિશ્રા, ચીફ ફાયર ઓફિસર વંશ બહાદુર યાદવ અને લગભગ આઠ SDRF જવાનોની તબિયત પણ બગડી હતી. ગેસ લીકેજના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ સાથે ઉલ્ટીની સમસ્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જેના કારણે ત્યાંના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર લોકો ઝેરી ગેસથી બચવા કપડાથી મોઢું ઢાંકીને ચાલી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.