ETV Bharat / bharat

મુંબઇના થાણેમાં રેલવે કર્મીએ બાળકનો જીવ બચાવ્યો, રેલવે પ્રધાને કરી પ્રશંસા - રેલવે પ્રધાન પીયૂસ ગોયલ

મુંબઈ નજીક થાણેના વાંગાણી રેલવે સ્ટેશન પર શનિવારે એક પોઈન્ટમેને એક બાળકનો જીવ બચાવ્યો હતો. આ બાળક ટ્રેનના પાટા પર પડી ગયો હતો. જેને પોઈન્ટમેને બચાવ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ ઘટનાના CCTC ફૂટેજ શેર કરી અને પોઈન્ટમેન મયૂરની પ્રશંસા કરી હતી.

મુંબઇના થાણેમાં પોઇન્ટમેનને બાળકનો જીવ બચાવ્યો

author img

By

Published : Apr 19, 2021, 6:35 PM IST

Updated : Apr 19, 2021, 8:38 PM IST

  • પોઈન્ટમેને એક બાળકનો જીવ બચાવ્યો
  • બાળક રેલવે ટ્રેક પર પડી ગયો હતો જેને પોઈન્ટમેને જીવના જોખમે બચાવ્યો
  • રેલવે પ્રધાન પીયૂસ ગોયલે મયૂરની પ્રશંસા કરી

મુંબઈ: વાંગાણી રેલવે સ્ટેશન પર શનિવારે એક પોઈન્ટમેને એક બાળકનો જીવ બચાવ્યો હતો. મધ્ય રેલવે (મુંબઈ વિભાગ)માં પોઇન્ટમેન તરીકે કામ કરનારા મયુર શેલ્કે એક બાળકનો જીવ બચાવ્યો હતો. આ બાળક અચાનક ટ્રેનના પાટા પર પડી ગયો હતો, જ્યારે આ ઘટના બની તે સમયે ટ્રેન પણ સામેથી આવી રહી હતી. જોકે, પોઈન્ટમેને હિંમત કરીને દોડ લગાવી આ બાળકને બચાવી લીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પોઈન્ટમેને એક બાળકનો જીવ બચાવ્યો

બાળકે સંતુલન ગુમાવતા તે રેલવે ટ્રેક પર પડી ગયો હતો

મુંબઈના વાંગાણી રેલવે સ્ટેશન પર શનિવારે 17 એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બાળક અને એક મહિલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક બાળકે સંતુલન ગુમાવતા તે રેલવે ટ્રેક પર પડી ગયો હતો. જેની જાણ પોઈન્ટમેનને થતા તેને દોડ લગાવી જીવના જોખમે આ બાળકનો જીવ બચાવી લીધો હતો.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે મયૂરની પ્રશંસા કરી

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ ઘટનાના CCTC ફૂટેજ શેર કરી અને મયૂરની પ્રશંસા કરી હતી. પીયૂષ ગોયલે લખ્યું કે, મુંબઈના વાંગની રેલવે સ્ટેશનના પોઇન્ટમેન મયૂર શેલ્કેએ જે હિંમતવાન કાર્ય કર્યૂ છે. તે પ્રશંસનિય છે. તેઓએ પોતાનો જીવ જોખમમાં મુકીને એક બાળકનો જીવ બચાવ્યો છે અમને તેના પર ગર્વ છે. રેલવે પ્રધાને વધુમાં લખ્યું હતું કે, પોઇન્ટમેન મયૂર શેલ્કે સાથે વાત કરી અને તેની બહાદુરી બદલ તેની પ્રશંસા કરી છે અને તેને કહ્યું કે, સમગ્ર રેલ પરિવારને તેના પર ગર્વ છે.

  • आज रेलवेमैन मयूर शिल्के से बात कर साहस व बहादुरी से भरे काम के लिये उनकी प्रशंसा की, व कहा कि पूरे रेल परिवार को उन पर गर्व है।

    एक बालक की जान बचाने के लिये स्वयं को खतरे में डालने वाले इस युवा ने कहा कि "मुझे रेलवे से इतना कुछ मिला है, मैं केवल अपनी जिम्मेदारी निभा रहा था"।

    — Piyush Goyal (@PiyushGoyal) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વાંગણી રેલવે પેસેન્જર્સ એસોસિએશને મયુર શેલ્કેનું સન્માન કર્યું

રેલવે પ્રધાને વધુમાં લખ્યું કે, તેના આ કાર્યની તુલના કોઈ ઇનામ અથવા પૈસા સાથે નથી કરી શકાતી, પરંતુ તેમની જવાબદારી નિભાવવા અને તેના કાર્યથી માનવતાને પ્રેરણા આપવા બદલ તેને ઈનામ આપવામાં આવશે. વાંગણી રેલવે પેસેન્જર્સ એસોસિએશન દ્વારા મયુર શેલ્કેનું સન્માન કરવામાં આવ્યું હતું.

  • उनके इस काम की किसी भी पुरस्कार या धनराशि से तुलना नही की जा सकती, लेकिन अपने दायित्व को निभाने, और अपने काम से मानवता को प्रेरित करने के लिये उन्हें पुरस्कृत किया जायेगा।

મેં ફક્ત મારી જવાબદારી નિભાવીઃ મયુર

બાળકની જિંદગી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા આ યુવકે કહ્યું કે "મને રેલવે તરફથી ઘણું બધું મળ્યું છે, મેં ફક્ત મારી જવાબદારી નિભાવી છે."

CCTV ફૂટેજ પણ સામે આવ્યાં

CCTV ફૂટેજમાં બાળક સંતુલન ગુમાવી અને પ્લેટફોર્મ પરથી રેલ્વે ટ્રેક પર પડતો દેખાઈ રહ્યો છે. તે પ્લેટફોર્મ પર ચડવાનો પ્રયાસ કરે છે પણ તે નિષ્ફળ જાય છે. ત્યારે પોઇન્ટસમેન મયુર શેલ્ઠેનું ધ્યાન આ છોકરા પર જતા તેઓએ પોતાનો જીવ જોખમમાં મુકી અને રેલવે લાઈન પર કુદકો લગાવીને બાળકનો જીવ બચાવ્યો હતો. જે સમયે આ ઘટના બની ત્યારે ટ્રેન પણ સામેથી આવી રહી હતી, તેમ છતા પોઈન્ટમેને હિંમત કરીને આ બાળકને બચાવ્યો હતો. વિભાગીય રેલવે મેનેજર (ડીઆરએમ)એ પણ ટ્વિટ કરી પોઈન્ટસમેનની પ્રશંસા કરી હતી.

Last Updated : Apr 19, 2021, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.