નવી દિલ્હી: વડાપ્રધાનએ પોતાની મનની વાત કહેવા માટે તારીખ 3 ઓક્ટોબર, 2014ના રોજ દશેરા અવસર પર શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ એક બાદ એક એપિસોડ બનાવી રહ્યા છે. બે દિવસ પછી હવે મન કી બાતના 100 એપિસોડ પણ પુરા થઇ જશે. જોકે લોકોને મન કી બાત પસંદ આવી રહી છે. જેના કારણે આજે PM મોદી 18 રાજ્યોમાં ફેલાયેલા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદઘાટન કર્યું છે. 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કવરેજમાં વધારો થશે.
-
Inauguration of 91 FM transmitters will revolutionise the radio industry in India. https://t.co/wYkBbxGHqT
— Narendra Modi (@narendramodi) April 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Inauguration of 91 FM transmitters will revolutionise the radio industry in India. https://t.co/wYkBbxGHqT
— Narendra Modi (@narendramodi) April 28, 2023Inauguration of 91 FM transmitters will revolutionise the radio industry in India. https://t.co/wYkBbxGHqT
— Narendra Modi (@narendramodi) April 28, 2023
પૂર્વોત્તરના રાજ્યને લાભઃ નરેન્દ્ર મોદી શુક્રવારે આજે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદઘાટન કર્યું છે.જેમાં તેમણે કહ્યું કે ગામે ગામ સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચી ગયું છે. ડિજિટલ ટેકનિકથી યુવાનોને મોટો ફાયદો થયો છે. દેશમાં રેડિયો કનેક્ટિવિટીને મોટો વેગ મળી રહેશે. આજે દેશમાં ડિજિટલ ઇન્ડિયાએ નવો વિચાર આપ્યો છે. જેમાં યુવાનો જોડાઈ રહ્યા છે. યુવાનોને તેનાથી મોટો ફાયદો થયો છે. પૂર્વોત્તર રાજ્યોનો પણ લાભ થશે. રેડિયોની ભૂમિકા ઘણી મહત્વની છે.
નવા શ્રોતા: પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે સમયસર હાજરી પહોંચાડવા માટે રેડિયો મદદરૂપ થઈ રહ્યો છે. દેશમાં એફએમ રેડિયોની ભૂમિકા મોટી છે. 2 કરોડ લોકોને રેડિયોનો લાભ મળી રહેશે. દેશમાં રેડિયોની કનેક્ટિવિટીને વધારવામાં આવશે. એફએમ ટ્રાન્સમિશનથી પૂર્વોત્તર રાજ્ય મોટો લાભ મળી રહેશે. ડિજિટલ ઈન્ડિયા રેડિયોને મોટા અને નવા શ્રોતા આપ્યા છે. કનેક્ટિવિટી નો હેતુ દેશના લોકોને જોડવાનું રહ્યો છે.
91 FM ટ્રાન્સમિટર્સનું ઉદઘાટન: નરેન્દ્ર મોદી શુક્રવારે આજે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદઘાટન કર્યું છે. જે સરહદી વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં FM રેડિયો કનેક્ટિવિટીને વેગ આપશે. વડા પ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સરહદી વિસ્તારો આ પ્રયાસના કેન્દ્રમાં છે. પીએમઓ અનુસાર, આ પ્રયાસથી રેડિયો સેવાઓ વધારાના બે કરોડ લોકો સુધી પહોંચશે. જેમને અત્યાર સુધી આ માધ્યમની પહોંચ નહોતી. આનાથી લગભગ 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કવરેજમાં વધારો થશે.
FM ટ્રાન્સમીટર સ્થાપિત:આ એક્સટેન્શન વડાપ્રધાનના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડના બે દિવસ પહેલા કરવામાં આવ્યું છે. નિવેદન અનુસાર, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, લદ્દાખ અને આંદામાન નિકોબાર ટાપુઓ કુલ મળીને, 84 જિલ્લામાં 100 વોટના 91 નવા FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે.
મન કી બાતના 100 એપિસોડ: તમને જણાવી દઈએ કે, PM મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ 30 એપ્રિલ, રવિવારે પૂરા થઈ રહ્યા છે. આ સંબંધમાં ભારતીય જનતા પાર્ટી દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે. સાથે જ આ અવસર પર 100 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડવામાં આવશે. તે જ સમયે, ભાજપ દેશની દરેક વિધાનસભામાં 100 કાર્યક્રમોનું આયોજન કરવાનો વિચાર ધરાવે છે. આ માટે તમામ સાંસદો અને ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, મન કી બાત કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર, 2014ના રોજ દશેરા અવસર પર કરવામાં આવી હતી.
રવિવારે પ્રસારિત:વડાપ્રધાન જનતા સુધી પહોંચવામાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકામાં દ્રઢપણે વિશ્વાસ રાખે છે," એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. એવું કહેવાય છે કે વડા પ્રધાને 'મન કી બાત' કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેથી કરીને આ માધ્યમની અનોખી શક્તિનો ઉપયોગ કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય. કાર્યક્રમનો 100મો એપિસોડ રવિવારે પ્રસારિત થવા જઈ રહ્યો છે.આ એક્સટેન્શન વડાપ્રધાનના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડના બે દિવસ પહેલા કરવામાં આવ્યું છે.