ETV Bharat / bharat

કોરોનાની રસી તમામ લોકો માટે મફત, તમામની રસીકરણની જવાબદારી કેન્દ્રની : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધીન કરીને જણાવ્યું છે કોરોના 100 વર્ષમાં સૌથી વધારે મોટો ત્રાસ છે. આ વૈશ્વિક સમસ્યાથી લડવા માટે દુનિયા નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. સાથે જ સરકારે વિદેશમાંથી દવા મંગાવવામાં પણ કોઇ કસર નથી છોડી.

કોરોનાની રસી તમામ લોકો માટે મફત,
કોરોનાની રસી તમામ લોકો માટે મફત,
author img

By

Published : Jun 7, 2021, 7:07 PM IST

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદીએ સોમવારે દેશવાસીઓને સંબોધિત કરાવતા જણાવ્યું હતું કે કોરોનાની રસી બધાને મફતમાં આપવામાં આવશે. બધા લોકોના રસીકરણની જવાબદારી કેન્દ્ર સરકારની છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે કોરોના વાઇરસ છેલ્લા 100 વર્ષોનો સૌથી મોટો ત્રાસ છે. વિશ્વ આ આપત્તિ સામે લડવા માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે.

સરકારે વિદેશમાંથી દવા લાવવામાં કસર નથી રાખી

વડાપ્રધાને જણાવ્યું હતું કે એપ્રિલ-મે માં ઑક્સિજનની માંગ અકલ્પનીય રીતે વધી હતી. મેડિકલના ઇતિહાસમાં આટલા ઑક્સિજનની અછત ક્યારે પણ સર્જાઇ ન હતી. સરકારના તમામ તંત્ર તેમાં લાગી ગયા હતાં. રેલવેથી માંડીને નૌસેના સુધી તમામ, લિક્વિડ ઑક્સિજનનું ઉત્પાદન 10 ગણું વધારવામાં આવ્યું છે. દુનિયાના જે ખૂણામાંથી જે કઇં મળ્યું તે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દવાઓનું પ્રોડક્શન વધાર્યું પણ સૌથી વધારે અસરકારક હથિયાર રહ્યું માસ્ક અને વેક્સિન.

દેશમાં 23 કરોડ રસીના ડૉઝ અપાયા

આપણા વૈજ્ઞાનિકોએ દેખાડી દીધું છે કે ભારત મોટા દેશોથી પાછળ નથી 23 કરોડથી વધારે રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ઇતિહાસ જોશો તો ભારતને વિદેશોમાંથી રસી મેળવવા માં વર્ષો લાગી જતા હતાં વિદેશોમાં વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું હોય તો પણ દેશમાં વેક્સિનેશન શરૂ પણ ન હતું થતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે 2014માં આપણે વેક્સિન પર માટે મિશન ઇંન્દ્રધનુષની જાહેરાત કરી હતી. જેના કારણે વેક્સિનેશનનું કવરેજ 60 થી 90 ટકા સુધી પહોંચાડી શકાયું છે. વેક્સિનેશનનો વિસ્તાર પણ વધ્યો અને ઝડપ પણ. ગરીબોની ચિંતા કરીને આપણે આ મિશન શરૂ કર્યું હતું ત્યાં કોરોના વાઇરસ આવ્યો.

21 જૂનથી 18થી વધુ ઉંમરના લોકોને મફતમાં અપાશે રસી

વડાપ્રધાને જાહેરાત કરી છે કે 21 જૂનથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામને મફતમાં વેક્સિન આપવામાં આવશે. અમે રાજ્યોને મફતમાં રસી આપીશું. જે વ્યક્તિ મફતમાં રસી ન લેવા ઇચ્છતો હોય તો ખાનગી હૉસ્પિટલમાં રસી લઇ શકશે. ખાનગી હૉસ્પિટલ પણ વધારેમાં વધારે 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઇ શકશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દતમાં વધારવાની વડાપ્રધાને જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી સુધી આગળ વધારવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.