નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે પાર્ટીના ઉત્તર પ્રદેશના સાંસદોને મળ્યા હતા. PM મોદી આજે સવારે લોકસભા અને રાજ્યસભાના પાર્ટી સાંસદોને મળ્યા હતા. પીએમના આવાસ પર લગભગ એક કલાક સુધી આ બેઠક ચાલી હતી, જેમાં સાક્ષી મહારાજ, સત્યપાલ સિંહ, રીટા બહુગુણા જોશી, રાજેન્દ્ર અગ્રવાલ જેવા અગ્રણી સાંસદો હાજર રહ્યા હતા. પરંતુ આ બેઠક દરમિયાન સાંસદ અજય મિશ્રા ટેની દેખાતા નથી. જ્યારે ઉત્તર પ્રદેશમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેમાં તમામ સાંસદોએ હાજરી આપવાની હતી.
આ પણ વાંચો- PM Modi Varanasi Visit : પીએમ મોદીનો નવો મંત્ર, બનારસ પાસેથી વિકાસ મોડલ શીખો
વડાપ્રધાન સાંસદોના ચૂંટણી ક્લાસ લઈ શકે છે
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોના સાંસદો (PM meets MPs from Madhya Pradesh and South India) સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણીના કારણે મોદી અહીં સાંસદોના ચૂંટણી ક્લાસ લઈ શકે છે.
ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી 2022 (Uttar Pradesh and Uttarakhand Assembly Elections 2022) માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારી શરૂ (BJP's preparations for elections) કરી દીધી છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને રાજ્યોના સાંસદો સાથેની મુલાકાત મહત્ત્વની માનવામાં (Important meeting of the Prime Minister with the MPs) આવી રહી છે.
એરપોર્ટ અને રેલવે જેવા સાર્વજનિક સ્થળો પર વીઆઈપી સંસ્કૃતિને ટાળવા વડાપ્રધાનનો આગ્રહ
આપને જણાવી દઈએ કે, દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોના સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાસ્તાના સમયે (PM meets MPs from Madhya Pradesh and South India) મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે દક્ષિણની પાર્ટી સાંસદોને કહ્યું હતું કે, તેઓ એરપોર્ટ અને રેલવે જેવા સાર્વજનિક સ્થળો પર વીઆઈપી સંસ્કૃતિને ટાળે. સામાન્ય નાગરિકોની સાથે લાઈનમાં ઉભા રહેશે તો જ તેમની નજીક જઈ શકશે. તેમણે સાંસદોને એ પણ કહ્યું હતું કે, તેઓ સામાજિક કાર્યો પ્રત્યે ધ્યાન આપે.