હૈદરાબાદ: રાજ્યના ભાજપ નેતાઓ બેઠકમાં હાજરી આપનારા VIPs માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે કરીમનગરના જી યદમ્માને પસંદ કર્યા છે અને તેમને હૈદરાબાદ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (Hyderabad International Convention Center) ખાતે યોજાનારી બેઠકમાં નેતાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: શિક્ષકોની નિવૃત્તિ વય 65 વર્ષ કરવા પર પ્રતિબંધ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
યદમ્માએ કહ્યું હું ખૂબ જ ખુશ છું : યદમ્માએ કહ્યું કે, તેણે પોતાના જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે, તે દેશના વડાપ્રધાન માટે ભોજન બનાવશે. યદમ્માએ કહ્યું, હું માની શકતો નથી. હું ખૂબ જ ખુશ છું કે મોદી સાહેબ મારા દ્વારા બનાવેલા ભોજનનો સ્વાદ ચાખવા જઈ રહ્યા છે. હું સુનિશ્ચિત કરીશ કે મોદી સાહેબને આપણું તેલંગાણા ભોજન ગમે છે. યદમ્માએ કહ્યું કે તેને 3 જુલાઈએ ભોજન બનાવવાનું કહેવામાં આવ્યું છે, જેના માટે તેણે 1 જુલાઈએ હોટેલમાં આવવું પડશે.
યદમ્મા 25 થી 30 વાનગીઓ તૈયાર કરશે : યદમ્માના પુત્ર જી વેંકટેશ્વરાએ કહ્યું કે, તેમની માતાને ભાજપના તેલંગાણા એકમના વડા બંદી સંજય કુમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મોદી અહીં રોકાણ દરમિયાન તેલંગાણાની કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ચાખશે. યદમ્મા તેલંગાણામાંથી ગંગાવેલ્લી-મામિડકાયા પપ્પુ, મુદ્દા પપ્પુ, સર્વ પિંડી, સક્કીનાલ, બેન્ડકાયા ફ્રાય, બુરેલુ અને બેલુમ પરમણમ (મીઠાઈ) જેવી લગભગ 25-30 વાનગીઓ તૈયાર કરશે.
આ પણ વાંચો: GST Council Meet: જાણો, શું સસ્તું થયું અને શું મોંઘું થયું
રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ગુજરાતના નેતાઓનો સમાવેશ : રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ગુજરાતના ઘણાં વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરાયો છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, પૂર્વ CM વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રાન નીતિન પટેલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદ ભારતી બહેન શિયાળ અને રમીલાબહેન બારાનો સમાવેશ કરાયો છે.