- JNU માં PM મોદી કરશે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ
- PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાશે
- કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ રહેશે ઉપસ્થિત
નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી આજે (ગુરૂવાર) જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયના (જેએનયૂ) પરિસરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે. પીએમના કાર્યક્રમ પહેલા જેએનયૂ કેમ્પસમાં તૈયારીઓ શરૂ થઇ છે, તો બુધવારે એબીવીપી છાત્ર સંગઠને સાબરમતી ઢાબાથી વિવેકાનંદ પ્રતિમા સુધી સમ્માન યાત્રા કાઢી હતી.
PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાશે
પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી મળતી માહિતી મુજબ વીડિયો કોન્ફરન્સથી યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ પણ ઉપસ્થિત રહેશે.
સ્વામી વિવેકાનંદના સંદેશાથી આજે પણ લોકો પ્રેરિત થાય છે
સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતો અને સંદેશો આજે પણ દેશના યુવાઓને માર્ગ બતાવે છે. ભારતને ગર્વ છે કે, અહીં જન્મેલી તેમના જેવા મહાન વ્યક્તિત્વથી આજે પણ દુનિયાભરના કરોડો લોકો પ્રેરિત થાય છે.
વડા પ્રધાન મોદી હંમેશા કહે છે કે, સ્વામી વિવેકાનંદના આદર્શ જેટલા તેમના જીવનકાળમાં પ્રાસંગિક હતા, તે આજે પણ છે.