ETV Bharat / bharat

PM મોદી 9 ઓગસ્ટે ખેડૂતોને કિસાન સમ્માન નિધિ હેઠળ 19,000 કરોડ રૂપિયા ફાળવશે

PM કિસાન યોજના (kisan samman nidhi yojana) હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રુપિયા આપવામાં આવે છે. આ ચૂકવણી દર ચાર મહિનામાં એક વખત બે હજાર રુપિયાના સ્વરુપમાં કરવામાં આવે છે. આ યોજના 24 જાન્યુઆરીના રોજ શરૂ થઈ હતી. અત્યાર સુધી ખેડૂતોને આઠ હપ્તા મોકલવામાં આવી ચૂક્યા છે. 9 ઓગસ્ટે દેશભરના નવ કરોડ ખેડૂતોને PM કિસ્સાન સમ્માન નિધિ યોજના હેઠળ કુલ 19,000 કરોડ રૂપિયા ફાળવાશે.

PM મોદી
PM મોદી
author img

By

Published : Aug 8, 2021, 10:20 AM IST

  • ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6,000 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે
  • ચૂકવણી દર ચાર મહિનામાં એક વખત થાય છે
  • બંગાળ સરકારે પહેલા આ યોજનાનો વિરોધ કર્યો હતો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9 ઓગસ્ટે દેશભરના નવ કરોડ ખેડૂતોને PM કિસ્સાન સમ્માન નિધિ યોજના (kisan samman nidhi yojana) હેઠળ કુલ 19,000 કરોડ રૂપિયા ફાળવશે. આમ દરેક ખેડૂતના બેન્ક ખાતામાં બે હજાર રુપિયા આવશે. PM કિસાન સમ્માન યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6,000 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.

ખેડૂતોને આઠ હપ્તા મોકલવામાં આવી ચૂક્યા છે

PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રુપિયા આપવામાં આવે છે. આ ચૂકવણી દર ચાર મહિનામાં એક વખત બે હજાર રુપિયાના સ્વરુપમાં કરવામાં આવે છે. આ યોજના 24 જાન્યુઆરીના રોજ શરૂ થઈ હતી. અત્યાર સુધી ખેડૂતોને આઠ હપ્તા મોકલવામાં આવી ચૂક્યા છે. આ પહેલા આઠમા હપ્તાની ચૂકવણી 14મી મેના રોજ કરવામાં આવી હતી. ગયા વર્ષે PM કિસાન યોજનાનો છેલ્લો હપ્તો 25 ડિસેમ્બર 2020ના રોજ આપવામાં આવ્યો હતો. બંગાળ સરકારે પહેલા આ યોજનાનો વિરોધ કર્યો હતો, પરંતુ પછી તે આ યોજનામાં શામેલ થઈ હતી.

આ પણ વાંચો: 'PM કિસાન સમ્માન નિધિ યોજના'નો પહેલો હપ્તો જમા, સુરતના 76950 ખેડૂતોને મળ્યો લાભ

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં રકમ આવે છે

આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે ખેડૂત પાસે આધારકાર્ડ હોવું જરુરી છે. આધાર કાર્ડ વગર આ યોજનાનો ફાયદો ઉઠાવી શકતા નથી. તેની સાથે બે હજાર રુપિયાનો હપ્તો મેળવવા માટે બેન્કમાં ખાતું પણ હોવું જરુરી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં રકમ આવે છે. બેન્ક ખાતુ આધાર સાથે લિંક થયેલું હોવું જરુરી છે. જો કોઈ દસ્તાવેજ જમા કરવાનો રહી ગયો હોય તો ઓનલાઇન અપલોડ કરી શકાય છે. જો અત્યાર સુધી PM કિસાન સમ્માન નિધિ માટે અરજી કરી ન હોય તો સરકારી વેબસાઇટ પર જઈ અરજી કરી શકાય છે. આ ઉપરાંત તેના લાભાર્થીઓમાં નામ છે કે નહીં તે ઓનલાઇન ચેક પણ કરી શકાય છે.

આ પણ વાંચો: મોદી આજે ગોરખપુરથી કરશે ‘કિસાન સમ્માન નિધિ યોજના’ની શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.