ETV Bharat / bharat

PM Modiએ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે યોજી બેઠક, વેક્સિનેશન અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે કરાઈ ચર્ચા

author img

By

Published : Jul 13, 2021, 9:22 AM IST

Updated : Jul 13, 2021, 4:10 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) મંગળવારે પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાની સ્થિતિ (Corona's condition) અને કોરોના વેક્સિનેશન અભિયાન (Corona vaccination campaign)ની સમીક્ષા યોજી હતી. આ માટે વડાપ્રધાને તે રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠક પણ બોલાવી છે.

PM Modi આજે પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે 11 વાગ્યે કરશે બેઠક, કોરોનાની સ્થિતિની કરશે સમીક્ષા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 13 જૂલાઈએ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો (Chief Ministers of the Northeastern States) સાથે યોજી બેઠક
  • વડાપ્રધાને (PM) મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ (Corona's condition) અને કોરોના વેક્સિનેશન (Corona vaccination)ની સમીક્ષા કરી
  • વડાપ્રધાન (PM) સાથેની બેઠકમાં આસામ (Assam), નાગાલેન્ડ (Nagaland), ત્રિપુરા (Tripura), સિક્કીમ (Sikkim), મણિપુર (Manipur), મેઘાલય (Meghalaya), અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને મિઝોરમ (Mizoram)ના મુખ્યપ્રધાનો રહ્યા હાજર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 13 જૂલાઈએ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો (Chief Ministers of North Eastern States) સાથે સંવાદ કર્યો હતો. તે દરમિયાન તે રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અભિયાનની પણ સમીક્ષા કરી હતી. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી કે, વડાપ્રધાન મંગળવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આસામ (Assam), નાગાલેન્ડ (Nagaland), ત્રિપુરા (Tripura), સિક્કીમ (Sikkim), મણિપુર (Manipur), મેઘાલય (Meghalaya), અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને મિઝોરમ (Mizoram)ના મુખ્યપ્રધાનો સાથે તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે બેઠક કરી સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો- Padma Puraskaar: જમીન સ્તરે અસાધારણ કામ કરતા લોકોને મોદી સરકાર આપશે પદ્મ પુરસ્કાર

કોરોનાની સારવાર અને નિવારણ પર ફોકસ કરવું જોઈએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​ઉત્તર પૂર્વી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કોરોના અંગે સમીક્ષા બેઠકમાં કોરોનાના ભય વિશે જણાવતા કહ્યું જણાવ્યું છે કે, આપણે પહેલા કરતા વધુ સજાગ રહેવાની જરૂર છે. આપણે માઇક્રોકન્ટિમેન્ટ ઝોન બનાવવો જોઈએ, તેનાથી જવાબદારીઓ પણ નિશ્ચિત થઈ જશે. તેમણે કહ્યું કે, આ બહુરૂપી વાયરસ છે, આપણે તેના પરિવર્તનોથી સાવચેત રહેવું જોઈએ. આપણે તેના નિવારણ અને સારવાર પર ફોકસ કરવું જોઈએ.

આ પણ વાંચો- PM Modi Advices to New Ministers: અનાવશ્યક નિવેદનો આપવાથી બચો

કોરોનાને કારણે પર્યટન અને વ્યાપાર પર મોટી અસર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે પણ કોરોના વાયરસના દરેક પ્રકાર પર નજર રાખવી પડશે. મ્યૂટેશન બાદ તે કેટલું નુકસાનકારક હશે તે વિશે નિષ્ણાતો સતત અભ્યાસ કરે છે. તેથી તેના નિવારણ અને સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સાચું છે કે, કોરોનાને કારણે પર્યટન અને વ્યાપાર પર ખૂબ અસર થઈ છે, પરંતુ આજે હું ખૂબ જ ભાર પૂર્વક કહીશ કે, હિલ સ્ટેશનો, બજારોમાં માસ્ક પહેર્યા વિના ભારે ભીડ કરવી સારી નથી.

હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત

વડાપ્રધાને વેક્સિનેશનનું મહત્વ જણાવતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા વેક્સિનેશન અભિયાનનું નોર્થ-ઈસ્ટમાં પણ એટલું જ મહત્વ છે. કોરોનાની ત્રીજી લહેર સામે લડત આપવા માટે આપણે વેક્સિનેશનની પ્રક્રિયાને ગતી આપવાની ખૂબ જરૂર છે. આપણે ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરી વિકાસ કરવાનો છે. તેના માટે હાલમાં જ કેબિનેટે 23 હજાર કરોડ રૂપિયાનું નવા પેકેજને પણ સ્વિકૃતિ આપી છે. નોર્થ-ઈસ્ટના દરેક રાજ્યને આ પેકેજ દ્વારા પોતાના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ મળશે.

Last Updated : Jul 13, 2021, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.