ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી કોરોનાની પરિસ્થિતિ લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોરોનાની વર્તમાન સ્થિતિ અને રસીકરણ અભિયાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારે મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરશે. આ દરમિયાન, વડાપ્રધાન કોરોના મહામારીની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા પણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાની હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોટો નિર્ણય લઈ શકાય છે.

વડાપ્રધાન મોદી કોરોનાની પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા

author img

By

Published : Apr 8, 2021, 9:27 AM IST

  • વડાપ્રધાન મહામારીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે
  • મોદી ગુરૂવારે સાંજે 6.30 વાગ્યે મુખ્યપ્રધાનો સાથે કરશે સંવાદ
  • અગાઉ, ડૉ. હર્ષ વર્ધને આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આજે ગુરૂવારે મુખ્યપ્રધાનો સાથે ચર્ચાઓ કરશે. આ દરમિયાન, વડાપ્રધાન મહામારીની વર્તમાન સ્થિતિ તેમજ દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સાંજે 6.30 વાગ્યે મુખ્યપ્રધાનો સાથે સંવાદ કરશે. આ દરમિયાન, વડાપ્રધાન કોરોનાની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટે મોટો નિર્ણય લઈ શકાય છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વિટ કરી આપી માહિતી

દેશવ્યાપી સંક્રમણની સ્થિતિ

આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ 17 માર્ચે મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી. ત્યારે, વડાપ્રધાને કહ્યું હતું કે, જો અહીં આ વધતી જતી મહામારીને રોકવામાં નહી આવે તો દેશવ્યાપી સંક્રમણની સ્થિતિ બની શકે છે.

આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને બેઠક કરી હતી

ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધને 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરી અને કોરોના વાઇરસના કેસોમાં થયેલા વધારાની સમીક્ષા કરી હતી. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભારતમાં કોરોનાના કેસ 3 લાખને પાર, આગામી સપ્તાહે મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરશે PM મોદી

આ રાજ્યોની કેસોમાં 81.90 ટકા ભાગીદારી

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. આમ, દેશના 1 દિવસમાં 1 લાખથી વધુ કેસોમાં તેમની ભાગીદારી 81.90 ટકા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.