ETV Bharat / bharat

વડાપ્રધાન કરશે 'બાલવીરો' સાથે સંવાદ, જાણો શા માટે આપવામાં આવે છે 'બાલ પુરસ્કાર' - પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કારના વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે (PM Modi to interact with Bal Puraskar awardees).

BAL PURASKAR AWARDEES
BAL PURASKAR AWARDEES
author img

By

Published : Jan 24, 2022, 7:22 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કારના વિજેતાઓ સાથે વાતચીત કરશે (PM Modi to interact with Bal Puraskar awardees). આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની અને રાજ્ય પ્રધાન મહેન્દ્ર મુંજપરા પણ ઉપસ્થિત રહેશે.

દરેક વિજેતાને એક લાખ રૂપિયાની રોકડ રકમ અને પ્રમાણપત્ર અપાશે

ભારત સરકાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અંતર્ગત બાલ શક્તિ પુરસ્કાર (Bal Shakti Award 2022) અસાધારણ ક્ષમતાઓ અને નવીનતા, રમતગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, શાળા ક્ષેત્ર અને બહાદુરીના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ ધરાવતા બાળકોને સન્માનિત કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, દરેક વિજેતાને એક લાખ રૂપિયાની રોકડ રકમ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

'બ્લોક ચેઈન' ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ પ્રમાણપત્રો આપશે વડાપ્રધાન

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન વર્ષ 2022 માટે બાલ પુરસ્કાર મેળવનારાઓને 'બ્લોક ચેઈન' ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ પ્રમાણપત્રો આપશે. વર્ષ 2021ના ​​એવા વિજેતાઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવશે, જેઓને કોવિડ મહામારીને કારણે આપી શક્યા નથી. વડાપ્રધાનના રાષ્ટ્રીય બાલ પુરસ્કારને પ્રમાણપત્ર આપવા માટે પ્રથમ વખત 'બ્લોક ચેઈન' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: PM Modi Interaction With DMs: PM મોદીએ કહ્યું- લોકભાગીદારીથી આવે છે વધુ સારા પરિણામ, કોઈપણ જિલ્લો પાછળ ન રહેવો જોઇએ

આ પણ વાંચો: India Gate Subhash Chandra Bose: ઇન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમા PM મોદીએ રાષ્ટ્રને સમર્પિત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.