- વિશ્વની સૌથી પહેલી ડબલ સ્ટેક લોન્ગ હોલ કન્ટેનર ટ્રેનનું આજે ઉદ્ઘાટન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગથી ટ્રેનને આપશે લીલી ઝંડી
- 29 ડિસેમ્બરે વડાપ્રધાને ભાઉપૂર અને ખૂર્જા વચ્ચે કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોરના 306 કિલોમીટર લાંબા ન્યૂ રેવાડી-ન્યૂ મદાર ખંડને રાષ્ટ્રને સમર્પિત કરશે. મદાર રાજસ્થાનમાં અજમેર પાસે આવેલું છે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે અને હરિયાણાના અટેલીથી રાજસ્થાનના કિશનગઢ માટે દુનિયાની સૌથી પહેલી ડબલ સ્ટેક લોન્ગ હોલ કન્ટેનર ટ્રેન ઓપરેશન્સને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ ટ્રેનમાં 1.5 કિલોમીટર લાંબી હશે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, રેવાડી-મદાર સેક્શનનો હિસ્સામા હરિયાણાના 79 કિલોમીટર (મહેન્દ્રગઢ અને રેવાડી) અને રાજસ્થાનમાં 227 કિલોમીટર (જયપુર, અજમેર, સીકર, નાગૌર, અલવર) આવે છે.
-
Continued focus on next-generation infra for India’s progress. At 11 AM tomorrow, 7th January, the Rewari-Madar Section of the Western Dedicated Freight Corridor would be dedicated to the nation. This will benefit local industry and further connectivity. https://t.co/cyagXxzdsy pic.twitter.com/cW5efnpiET
— Narendra Modi (@narendramodi) January 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Continued focus on next-generation infra for India’s progress. At 11 AM tomorrow, 7th January, the Rewari-Madar Section of the Western Dedicated Freight Corridor would be dedicated to the nation. This will benefit local industry and further connectivity. https://t.co/cyagXxzdsy pic.twitter.com/cW5efnpiET
— Narendra Modi (@narendramodi) January 6, 2021Continued focus on next-generation infra for India’s progress. At 11 AM tomorrow, 7th January, the Rewari-Madar Section of the Western Dedicated Freight Corridor would be dedicated to the nation. This will benefit local industry and further connectivity. https://t.co/cyagXxzdsy pic.twitter.com/cW5efnpiET
— Narendra Modi (@narendramodi) January 6, 2021
આ લોકોને થશે ફાયદો
આ કોરિડોર પર ન્યૂ રેવાડી, ન્યૂ અટેલી અને ન્યૂ ફૂલેરા જેવા ત્રણ જંક્શન સહિત નવ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. સ્ટેશનોમાં ન્યૂ ડાબલા, ન્યૂ ભગેગા, ન્યૂ શ્રી માધોપુર, ન્યૂ પછાર માલિકપૂર, ન્યૂ સ્કૂલ અને ન્યૂ કિશનગઢનો સમાવેશ થાય છે. માલની હેરફેર કરવા માટે તૈયાર આ નવા કોરિડોરના ખૂલવાથી રાજસ્થાન અને હરિયાણાના રેવાડી-માનેસર, નારનૌલ, ફૂલેરા અને કિશનગઢમાં સ્થિત ઘણા ઉદ્યોગોને ફાયદો થશે. આ ઉપરાંત કાઠૂવાસ સ્થિત કોનકોરના કન્ટેનર ડેપોનો પણ સારી રીતે ઉપયોગ થઈ શકશે.
પશ્ચિમી અને પૂર્વી ફ્રેટ કોરિડોર એકબીજા સાથે જોડાઈ જશે
પીએમઓના જણાવ્યા અનુસાર, આ રેલ ખંડના શરૂ થઈ જવાથી દેશના પશ્ચિમી અને પૂર્વ ફ્રેટ કોરિડોર એક બીજાથી જોડાઈ જશે. આ કોરિડોર ગુજરાતના કંડલા, પીપાવાવ, મુન્દ્રા અને દાહેજ બંદરોથી પણ થતી સામાનની હેરફેરને સરળ બનાવશે. આ પહેલા ગયા વર્ષે 29 ડિસેમ્બરે વડાપ્રધાને ભાઉપૂર અને ખૂર્જા વચ્ચે કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું.
રેલવે મંત્રાલયે આપી હતી સમગ્ર માહિતી
સોમવારે જ રેલવે મંત્રાલયે માહિતી આપી હતી કે, ન્યૂ ખુર્જા-ન્યૂ ભાઉપૂર સેક્શન પર માલગાડી 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી રહી છે. રેલવેએ જણાવ્યું હતું કે, 3 જાન્યુઆરીથી આ નવા સેક્શન પર અત્યાર સુધી 53 માલગાડીઓ ચલાવવામાં આવી ચૂકી છે અને આ ટ્રેનો અડચણ વગર સામાનની હેરફેર થઈ રહી છે.
વિશ્વની પહેલી ડબલ સ્ટેક ઈલેક્ટ્રિક રેલ લાઈન
વડાપ્રધાન જે ટ્રેનને લીલી ઝંડી બતાવશે. તે બંને વિશ્વની પહેલી એવી ફ્રેટ ર્ટેન હશે જે ઈલેક્ટ્રિક લાઈન પર ચાલવા છતા ડબલ સ્ટેકની હશે. જોકે, આખું વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, આની પર દાદરીથી લઈને જેએનપીટી મુંબઈ સુધી ઈલેક્ટ્રિક એન્જિનવાળી ડબલ સ્ટેક ફ્રેટ ટ્રેન ચાલી શકે છે, જે વિશ્વની પહેલી એવી રેલ લાઈન છે.