- આજે યોજાઇ નીતિ આયોગની છઠ્ઠી બેઠક
- વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઇ હતી આ બેઠક
- પહેલી બેઠક વર્ષ 2015માં યોજાઇ હતી
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે 20 ફેબ્રુઆરી શનિવારે નીતિ આયોગની બેઠકમાં અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કૃષિ અને માનવ સંસાધન વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુરુવારે આધિકારીક નિવેદન અનુસાર આ જાણકારી આપવામાં આવી હતી.
લદ્દાખને પહેલીવાર બેઠકમાં પ્રવેશ મળશે
નીતિ આયોગની આ બેઠકમાં બધા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યપ્રધાન, ઉપ રાજ્યપાલ, કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ સામેલ થયા હતા. એક નિવેદન મુજબ સંચાલન પરિષદની છઠ્ઠી બેઠકમાં પહેલીવાર લદ્દાખને પ્રવેશ મળ્યો હતો. આ સિવાય જમ્મુ કાશ્મિરની પણ કેન્દ્ર શાસિત પ્રદેશ રૂપે ભાગીદારી હતી.
ક્યા મુદ્દે થશે ચર્ચા...
આ વખતે પ્રશાસકોની અધ્યક્ષતાવાળા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોને પણ સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી નીતિ આયોગના ચેરમેન હતા. પરિષદની બેઠકના હેતુંમાં કૃષિ, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, જમીન સ્તર પરની સેવાઓ અને સ્વાસ્થ્ય અને પોષણ પર ચર્ચા કરવામાં આવી હતી.
કોરોના મહામારીના કારણે ગત્ત વર્ષની બેઠક રદ થઇ હતી
નીતિ આયોગની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન, ઉપાધ્યક્ષ, નીતિ આયોગના સીઇઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. સંચાલન પરિષદની આ બેઠક નિયમિત રીતે યોજાય છે. નીતિ આયોગની પ્રથમ બેઠક 8 ફેબ્રુઆરી 2015ના રોજ યોજાઇ હતી. જો કે, કોવિડ-19ની મહામારીના કારણે પરિષદની ગત્ત વર્ષની બેઠક યોજાઇ ન હતી.