ETV Bharat / bharat

PM Modiએ 37મી પ્રગતિ બેઠકની કરી અધ્યક્ષતા, ઓક્સિજન પ્લાન્ટના નિર્માણ અને હોસ્પિટલના બેડ પર દેખરેખ રાખવા નિર્દેશ - એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) બુધવારે 37મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં વડાપ્રધાને રાજ્યોના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે, ઓક્સિજન પ્લાન્ટના નિર્માણ અને હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા પર સતત દેખરેખ રાખે.

author img

By

Published : Aug 26, 2021, 9:12 AM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 37મી પ્રગતિ બેઠકની કરી અધ્યક્ષતા
  • બેઠકમાં વડાપ્રધાને 8 પરિયોજના અને એક યોજનાની કરી સમીક્ષા
  • 14 રાજ્યોથી સંબંધિત આ આઠેય પરિયોજનાઓનો કુલ ખર્ચ 26,000 કરોડ રૂપિયા છે

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, આ વિષય પર થઈ ચર્ચા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સના મધ્યમથી 37મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે (PMO) જણાવ્યું હતું કે, આ બેઠકમાં 8 પરિયોજનાઓ અને એક યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ 14 રાજ્યોથી સંબંધિત આ આઠેય પરિયોજનાઓનો કુલ ખર્ચ 26,000 કરોડ રૂપિયા છે. વડાપ્રધાને આ પરિયોજનાઓને નક્કી કરેલા સમય પર પૂર્ણ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો- ટોક્યો પેરાલિમ્પિકના ભારતીય ખેલાડીઓને વડાપ્રધાને આપી શુભેચ્છા

વડાપ્રધાને 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ' યોજનાની પણ સમીક્ષા કરી

PMOએ જણાવ્યું હતું કે, આ બેઠક દરમિયાન વડાપ્રધાને 'એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ' યોજનાની પણ સમીક્ષા કરી હતી. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે, આ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા ટેક્નોલોજી પ્લેટફોર્મ્સની બહુઉપયોગિતા વિશે જાણો, જેથી આ વાતને સુનિશ્ચિત કરી શકાય કે દેશના નાગરિકોને આ યોજનાનો વ્યાપક લાભ મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.