ETV Bharat / bharat

Corona Vaccination : વડાપ્રધાન મોદીને કહ્યું - "દરેક શહેર માટે અલગ વ્યૂહરચના બનાવો"

author img

By

Published : Nov 3, 2021, 3:10 PM IST

વડાપ્રધાન મોદી (PM MODI) ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને અન્ય રાજ્યોમાં ઓછું રસીકરણ ધરાવતા ( LOW VACCINATION COVERAGE) 40 થી વધુ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાતચીત કરી હતી.

Corona Vaccination
Corona Vaccination

  • વડાપ્રધાન મોદીની દેશના 40 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક
  • 13 રાજ્યોના 48 જિલ્લાઓમાં રસીકરણ 50 ટકાથી પણ ઓછું
  • લોકોને રસીકરણ કેન્દ્ર સુધી લઈ અલગ-અલગ વ્યૂહરચના બનાવો: વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) બુધવારે વિવિધ રાજ્યોના 40 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક ( LOW VACCINATION COVERAGE) કરી હતી. આ બેઠકમાં ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને અન્ય રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ્સએ ભાગ લીધો હતો.

100 વર્ષની સૌથી મોટી મહામારી

આ દરમિયાન દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 100 વર્ષની આ સૌથી મોટી મહામારીમાં દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે. દેશની કોરોના સામેની લડાઈમાં એક ખાસ વાત એ હતી કે અમે નવા ઉપાયો શોધી કાઢ્યા, નવીન પદ્ધતિઓ અજમાવી છે. તમારે તમારા જિલ્લાઓમાં રસીકરણ વધારવા માટે નવી નવીન પદ્ધતિઓ પર પણ વધુ કામ કરવું પડશે.

રસીકરણ માટે અલગ-અલગ વ્યૂહરચના

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, જો તમે તમારા જિલ્લાના દરેક ગામ, દરેક શહેર માટે અલગ-અલગ વ્યૂહરચના બનાવવા માંગો છો, તો તે પણ બનાવો. તમે પ્રદેશના આધારે 20-25 લોકોની ટીમ બનાવીને પણ આ કરી શકો છો. તમે જે ટીમો બનાવી છે તેમાં તમે તંદુરસ્ત સ્પર્ધા રાખવાનો પણ પ્રયાસ કરી શકો છો.

રસી અંગે ધાર્મિક નેતાઓના સંદેશ

તેઓએ કહ્યું કે, થોડા દિવસ પહેલા જ હું વેટિકનમાં પોપ ફ્રાન્સિસને પણ મળ્યો હતો. રસી અંગે ધાર્મિક નેતાઓના સંદેશને લોકો સુધી પહોંચાડવા પર પણ આપણે ખાસ ભાર મૂકવો પડશે. અત્યાર સુધી તમે બધાએ લોકોને રસીકરણ કેન્દ્રમાં લઈ જવા અને ત્યાં સુરક્ષિત રસીકરણ માટે વ્યવસ્થા કરી છે. હવે દરેક ઘરે રસી, ઘરે ઘરે રસી, આ જુસ્સા સાથે તમારે દરેક ઘર સુધી પહોંચવાનું છે.

એક દિવસમાં 2.5 કરોડ રસીના ડોઝ

વધુમાં તેમણે કહ્યું કે, તમારે બધાએ પ્રથમ ડોઝની સાથે બીજા ડોઝ પર પણ સમાન ધ્યાન આપવું પડશે, કારણ કે જ્યારે પણ સંક્રમણના કેસ ઓછા થવા લાગે છે તો ક્યારેક તાકીદની લાગણી ઘટી જાય છે. લોકો વિચારવા માંડે છે કે, શી ઉતાવળ છે, દરેકને રસી, મફત રસી અભિયાન હેઠળ, આપણે એક દિવસમાં લગભગ 2.5 કરોડ રસીના ડોઝ આપ્યા છે. તે દર્શાવે છે કે આપણી ક્ષમતા શું છે.

પ્રથમ ડોઝ 50 ટકા સુધી પણ ઓછો

દેશના 13 રાજ્યોમાં 48 જિલ્લા એવા છે કે જ્યાં કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ 50 ટકા સુધી પણ પહોંચ્યો નથી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે જિલ્લાઓ કોરોના રસીકરણમાં પાછળ રહી ગયા છે તેમાં દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લામાં 48.2 ટકા, હરિયાણાના નુહમાં 23.5 ટકા, બિહારના અરરિયામાં 49.6 ટકા અને છત્તીસગઢના નારાયણપુરમાં 47.5 ટકા છે. આ સાથે જ ઝારખંડના નવ જિલ્લા પાકુર, સાહેબગંજ, ગઢવા, દેવઘર, પશ્ચિમ સિંહભુમ, ગિરિડીહ, લાતેહાર, ગોડ્ડા અને ગુમલામાં 50 ટકાથી ઓછું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.