ETV Bharat / bharat

PM Modi is visiting Manipur : મણિપુરને 22 પ્રોજેક્ટ્સ ભેટમાં, PM મોદીએ કહ્યું, નવી દિલ્હીને પૂર્વોત્તરના ઘર સુધી લાવ્યું - વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરમાં 22 પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મણિપુર પ્રવાસે ઈમ્ફાલ(PM Modi is visiting Manipur Tripura) પહોંચ્યા છે. મણિપુર વડાપ્રધાન મોદીએ 4,800 કરોડના 22 પ્રોજેક્ટ શરૂ કર્યા છે.

PM Modi is visiting Manipur Tripura : મણિપુરને 22 પ્રોજેક્ટ્સ ભેટમાં: PM મોદીએ કહ્યું, નવી દિલ્હીને પૂર્વોત્તરના ઘર સુધી લાવ્યું

author img

By

Published : Jan 4, 2022, 2:17 PM IST

Updated : Jan 4, 2022, 3:44 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને રાજ્યોમાં અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે મંગળવારે મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે(PM Modi is visiting Manipur Tripura) છે. આ દરમિયાન વડાપ્રધાને ઇમ્ફાલમાં ર4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ(PM Narendra Modi Launches 22 Projects in Manipur) કર્યું. જ્યારે, અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓ(Dedication of PM Modi development schemes) પણ લોંચ કરશે.

મણિપુરમાં 13 યોજનાઓનું ઉદ્ઘાટન

મણિપુરમાં, વડાપ્રધાન મોદીએ 1,850 કરોડના 13 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને 2,950 કરોડના નવ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ રોડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને કળા અને સંસ્કૃતિ સહિતના વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે.

  • In Tripura, I will inaugurate the New Integrated Terminal Building of Maharaja Bir Bikram (MBB) Airport and launch the following two initiatives:

    Mukhyamantri Tripura Gram Samriddhi Yojana.

    Project Mission 100 of Vidyajyoti Schools. pic.twitter.com/GH8dSMuRHf

    — Narendra Modi (@narendramodi) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ

કનેક્ટિવિટી સુધારવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની જેમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. અન્ય મહત્વનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37 પર બરાક નદી પર 75 કરોડના ખર્ચે બનેલો સ્ટીલ પુલ છે, જે ઇમ્ફાલથી સિલચર સુધીની કનેક્ટિવિટી વધારશે. વડાપ્રધાને આ પુલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

વડાપ્રધાન મોદી દ્રારા વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

  • In Manipur, 13 projects will be inaugurated and the foundation stones for 9 projects would be laid. These projects cover diverse sectors. The key works being inaugurated include a steel bridge built over the Barak river, over 2000 mobile towers and drinking water related works. pic.twitter.com/4s2Ot6SQII

વડાપ્રધાને મણિપુરના લોકોને આશરે 1,100 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા 2,387 મોબાઈલ ટાવર પણ સમર્પિત કર્યા, જેનાથી મોબાઈલ કનેક્ટિવિટીમાં સુધારો થશે. PMOએ જણાવ્યું હતું કે પીવાના પાણીના પુરવઠાની યોજનાઓનું ઉદ્ઘાટન મોદીની કવાયતના ભાગરૂપે દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની કવાયતના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. તેમાં થોબલ બહુહેતુક પ્રોજેક્ટની(PM Modi projects in Manipur) 280 કરોડની વોટર ટ્રાન્સમિશન સિસ્ટમનો સમાવેશ થાય છે. અન્ય એક પ્રોજેક્ટમાં તામેંગલોંગ જિલ્લાના 10 વિસ્તારોના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે અને તેની કિંમત 65 કરોડ છે. વડાપ્રધાને 51 કરોડના ખર્ચે 'સેનાપતિ જિલ્લા મુખ્યાલય પાણી પુરવઠા યોજના'નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ઈમ્ફાલ સ્માર્ટ સિટી મિશન હેઠળ અનેક પ્રોજેક્ટ્સ

વડાપ્રધાને ઈમ્ફાલમાં 160 કરોડના ખર્ચે નિર્માણ થનારી કેન્સર હોસ્પિટલનો પણ શિલાન્યાસ(Foundation Stone of the Cancer Hospital Manipur) કર્યો હતો. તેઓ ભારતીય શહેરોના પુનરુત્થાનના પ્રયાસોના ભાગરૂપે 'ઈમ્ફાલ સ્માર્ટ સિટી મિશન' હેઠળ અનેક પ્રોજેક્ટ્સ શરૂ કરવા ઉપરાંત કિઆમગેઈમાં 200 બેડની કોવિડ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું.

રોજગારીની તકો, હેન્ડલૂમ ઉદ્યોગને મજબૂત બે પ્રોજેક્ટનો પાયો

PMOએ કહ્યું કે વડાપ્રધાને સેન્ટર ફોર ઈન્વેન્શન, ઈનોવેશન, ઈન્ક્યુબેશન એન્ડ ટ્રેનિંગ (CIIIT)નો પાયો નાખ્યો. આ પ્રોજેક્ટ રાજ્યમાં જાહેર-ખાનગી ભાગીદારીની સૌથી મોટી પહેલ છે અને તે માહિતી ટેકનોલોજી ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપશે અને રાજ્યમાં રોજગારીની તકો પણ ઊભી કરશે. PMOએ કહ્યું કે મણિપુરમાં હેન્ડલૂમ ઉદ્યોગને મજબૂત કરવા માટે બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન

વડાપ્રધાનની ત્રિપુરા મુલાકાત દરમિયાન મહારાજા બીર બિક્રમ એરપોર્ટના(MBBA) નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે અને મુખ્ય પ્રધાન ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના અને વિદ્યાજ્યોતિ શાળાઓના પ્રોજેક્ટ મિશન 100નો પ્રારંભ કરશે. મહારાજા બીર બિક્રમ એરપોર્ટનું(Maharaja Bir Bikram Airport) નવું સંકલિત ટર્મિનલ લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યા જ્યોતિ વિદ્યાલયના પ્રોજેક્ટ મિશન 100નો હેતુ 100 વર્તમાન ઉચ્ચ/ઉચ્ચ માધ્યમિક શાળાઓને અત્યાધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીને રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે.

આ પણ વાંચોઃ Corona vaccination of Adolescents in India 2022: રસીકરણના પહેલા દિવસે દેશમાં 40 લાખથી વધુ કિશોરોને અપાઈ કોરોનાની રસી

આ પણ વાંચોઃ PM Modi Visits Meerut : વડાપ્રધાન મોદી પહોંચ્યા મેરઠ, મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કરશે શિલાન્યાસ

Last Updated : Jan 4, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.