ETV Bharat / bharat

Atal Setu: દેશનો સૌથી મોટો સમુદ્રી બ્રીજ બનીને તૈયાર, આજે PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણી લો બ્રીજની ખાસીયત - Trans Harbour Link

PM નરેન્દ્ર મોદી આજે શુક્રવારે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ 'અટલ સેતુ'નું અનાવરણ કરશે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલ આ પુલ મુંબઈના સેવરીથી શરૂ થઈને રાયગઢના ન્હાવા શેવા પર પૂર્ણ થાય છે. ત્યારે જાણી લો આ બ્રિજની ખાસીયત...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 9:54 AM IST

Updated : Jan 12, 2024, 10:06 AM IST

દેશનો સૌથી મોટો સમુદ્રી બ્રીજ બનીને તૈયાર

મુંબઈ (મહારાષ્ટ્ર): વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે દેશનો સૌથી મોટો દરિયાઈ પુલ અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ દેશને સમર્પિત કરશે, આ બ્રીજનું નામ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું છે. આ પુલનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બિયાસ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં કરવામાં આવશે.

  • #WATCH | Prime Minister Narendra Modi will inaugurate Atal Setu - the Mumbai Trans Harbour Link, which is India's longest bridge built on the sea and will see the movement of more than 70,000 vehicles every day, on January 12 pic.twitter.com/JSTZUBfetn

    — ANI (@ANI) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અટલ સેતુ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, જે હવે અટલ સેતુ તરીકે ઓળખાય છે, આ અંગેની મંજુરી મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2017માં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ને આપવામાં આવી હતી. જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) એ ત્યારે આ પ્રોજેક્ટ માટે લગભગ 18,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં.

મુંબઈની નવી ઓળખ: હવે મેગાસિટી મુંબઈ અને નવી મુંબઈને 21.8 કિલોમીટર લાંબા અટલ સેતુ દ્વારા જોડવામાં આવશે, જેનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. આ બ્રીજના ઉદ્ઘાટન બાદ આ બ્રીજ વૈશ્વિક સ્તરે 12મો સૌથી લાંબો અને દેશનો પહેલો સૌથી લાંબો સમુદ્રી પુલ બની જશે. આ પુલ 16.5 કિમી લાંબો છે જેમાંથી 5.5 કિમી સમુદ્રમાંથી પસાર થઈને જમીન સાથે જોડે છે.

અટલ સેતુની ખાસીયત: સિક્સ લેન સી લિન્ક હાઈવેની દરેક બાજુ ત્રણ લેન છે. દક્ષિણ મુંબઈના સેવરીથી શરૂ થઈને આ પુલ થાણે ક્રીકમાંથી પસાર થઈને ન્હાવા શેવા પાસેના ચિરલે ગામમાં પૂર્ણ થાય છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-ગોવા હાઈવે અને નિર્માણાધીન નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ એવા કેટલાંક મહત્ત્વના સ્થાનો છે, જેને આ બ્રીજ જોડશે. સુવિધાજનક પરિવહન અને સરળ ટ્રાફિક પ્રવાહની બાંયધરી આપવા માટે સેવરી, શિવાજી-નગર, ચિર્લે અને અન્ય સ્થળો પર પુલ પર ઇન્ટરચેન્જ પણ થઈ શકશે.

સમયની મોટી બચત:અટલ સેતુ મુંબઈ અને પુણે વચ્ચેની સફરને નોંધપાત્ર રીતે ઘટાડી દેશે અને મુંબઈ અને નવી મુંબઈ એરપોર્ટ વચ્ચેની સફરનું અંતર પણ મહંદઅંશે ઘટાડી દેશે. દરિયાઈ પુલ સાથે, મુંબઈથી નવી મુંબઈ જવા માટે હાલમાં જે બે કલાક લાગે છે તે હવેથી માત્ર 20 થી 30 મિનિટ લાગશે. જ્યારે મુંબઈની અનેક જાહેર પરિવહન પ્રણાલીઓમાં ભીડ ઘટાડવા અને વધુ સુવિધાઓ પ્રદાન કરવાની સ્થિતિના આ બ્રિજ નોંધપાત્ર બની રહેશે. એટલું જ નહીં આ બ્રિજ કાર્યરત થવાથી CO2 ઉત્સર્જન દર વર્ષે 25,000 મિલિયન ટનથી વધુ ઘટશે અને એક કરોડ લિટર ઇંધણની પણ બચત થશે.

ગતિ મર્યાદા: દરેક ઓટોમોબાઈલ માટે વન-વે ટોલ 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. રિટર્ન ટોલ, જે રૂ. 370 આવે છે, તે મૂળ ટોલ કરતાં 1.5 ગણો હશે. આ ભારતનો સૌથી લાંબો લેન્ડ બ્રિજ તેમજ સૌથી લાંબો દરિયાઈ પુલ છે. ઓપન રોડ ટોલિંગ (ORT) સિસ્ટમ સાથે, MTHL એ ભારતનો પહેલો દરિયાઈ પુલ છે જે કારને ટોલ બૂથ પરથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે રોકાયા વિના પસાર થવા દેશે.

આ વાહનો પર પ્રતિબંધઃ અટલ સેતુનો ઉપયોગ કરતી કાર, ટેક્સી, લાઇટ મોટર વ્હીકલ, મિની બસો અને ટુ-એક્સલ બસો સહિતના વાહનો માટે મહત્તમ ગતિ મર્યાદા 100 કિમી પ્રતિ કલાકની રહેશે. સલામતી પર ભાર મૂકતા, પુલ પર ચઢવા અને તેની બહાર જવા માટેની સત્તાવાર ગતિ મર્યાદા 40 માઇલ પ્રતિ કલાક રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર બાઈક, ઓટોરિક્ષા કે ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવશે નહીં. તેનો હેતુ દરિયાઈ પુલને સુરક્ષિત કરવાનો અને કોઈપણ સંભવિત અવરોધને રોકવાનો છે.

  1. Plastic bottle water : તમે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી નહીં ઝેર પી રહ્યા છો, જાણો આ પાછળનું સત્ય
  2. Mohammed Shami : ક્રિકેટર મોહમ્મદ શામીને અર્જુન એવોર્ડ એનાયત કરાયો, એવોર્ડ બાદ શામી થયો ભાવુક

Last Updated : Jan 12, 2024, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.