- ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની ETV Bharat સાથે ખાસ વાતચીત
- સુબ્રમણ્યમ સ્વામી સરકારની કેટલીક બાબતોથી નાખુશ
- વડાપ્રધાન મોદીને પણ આપી કેટલીક સલાહ
નવી દિલ્હી: ભાજપ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Rajya Sabha MP Subramaniam Swamy) ચીન પર સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું કે, ચીન (China)ને પહેલા પાઠ ભણાવવો જોઈએ. ચીનને ભારત(India)ની સીમાની અંદર કેમ આવવા દેવામાં આવ્યું, આપણી સરકારે ચીન સાથે લડવું જોઈએ. તેમણે કહ્યું કે PM મોદી(PM Modi)એ અમેરિકા(America)ના દબાણ હેઠળ જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક યોજી હતી. કલમ 370(Artical-370) ને હટાવી એ એક સારું પગલું છે, કારણ કે દેશમાં એક જ બંધારણ હોવું જોઈએ.
તેમણે કહ્યું કે ઉંમરની સાથે અનુભવ આવે છે. 2024માં ફરી એક વખત ભાજપ સરકાર(BJP Government) બનાવશે, પરંતુ મોદી સરકાર(Modi Government)ને એક સવાલ પૂછવો જોઈએ કે તેઓએ 75 વર્ષની ઉંમરે ઉભા છે. તો પછી 2024 માં વડા પ્રધાનપદના ઉમેદવાર કોણ હશે, કારણ કે તેમણે મુરલી મનોહર જોશી(Murli Manohar Joshi), લાલકૃષ્ણ અડવાણી(LK Advani) સહિતના બધાને મોટા નેતાઓને ઉંમરના લીધે હટાવી દીધા હતા.
સુબ્રમણ્યમ સ્વામી સાથેની વાતચીતના કેટલાક અંશ-
સવાલ- તમે ઈમર્જન્સી વિશે શું કહેશો ?
જવાબ - ઈમર્જન્સીનું કારણ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી હતા કારણ કે તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી પર હારી ગયા હતા અને કોર્ટે તેમને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં જવા માટે સમય લાગ્યો, જે દરમિયાન જેપી આંદોલનને વેગ મળ્યો અને તેમણે ગભરાઈને ઈમર્જન્સી લગાવી દીધી. આ દરમિયાન લગભગ 1.40 લાખ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન ઘણા લોકો ભૂગર્ભમાં જતા રહ્યા હતા, હું પણ તેમાં સામેલ હતો. તે સમયે હું વેશ બદલીને મુંબઇથી દિલ્હી અને પછી અમેરિકા પહોંચ્યો હતો.
સવાલ- વિપક્ષ ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીને માને છે, પરંતુ કહે છે કે આજે પણ ઈમર્જન્સી જેવી સ્થિતિ છે.
જવાબ- દેશમાં ઈમર્જન્સી જેવી કોઈ પરિસ્થિતિ નથી. આપણે મુક્ત રીતે ફરવા જઈ શકીએ છીએ, આપણને અત્યારે કોઈ જેલમાં નહીં નાખે. તે વખતે અમારી પાસે કોઈ અધિકાર નહોતો. હું ભાજપમાં છું અને જો મને કોઈ નીતિ પસંદ નથી તો હું તેની ટીકા કરું છું પરંતુ કોંગ્રેસમાં આજે પણ આ વસ્તુ કોઈ નહીં કરી શકે. કટોકટીના સમય સાથે આજે સરખામણી કરવી ખોટી છે.
આ પણ વાંચો : Jammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ
સવાલ- કાશ્મીરને લઈને વડા પ્રધાન સાથેની બેઠક પછી તમે શું અપેક્ષા કરો છો. વિપક્ષ કહી રહ્યું છે કે કાશ્મીરના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા, તે પણ કટોકટી જેવી સ્થિતિ હતી.
જવાબ- એવું નથી, તે નેતાઓને કોર્ટમાં જવાનો અધિકાર હતો અને કેટલાક નેતાઓ કોર્ટમાં પણ ગયા હતા. કાશ્મીરએ ભારતનો અભિન્ન ભાગ છે, આપણા ઘણા પવિત્ર સ્થળો છે. કાશ્મીર ખીણમાં મુસ્લિમ બહુમતીનો વિસ્તાર કન્વર્ઝન દ્વારા બનાવવામાં આવ્યો હતો, જમ્મુમાં હજી પણ હિન્દુ બહુમતી છે અને લદ્દાખ બૌદ્ધની બહુમતી છે. જ્યારે આપણા બંધારણમાં કલમ 370 લાવવામાં આવી ત્યારે તેનો ઘણો વિરોધ થયો હતો, ત્યારે સરદાર પટેલે કહ્યું હતું કે તે થોડા સમય માટે છે. બંધારણમાં પણ તે કામચલાઉ હોવાનું કહેવાતું હતું, હવે 70 વર્ષ પછી અમે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે. પાંચ લાખ લોકોને કાશ્મીરથી કાશ્મીરી પંડિતો અને શીખોને કાશ્મીર માંથી ભગાવવામાં આવ્યા હતા. કાશ્મીરમાં હિન્દુઓના હિત માટે કોઈ પણ મુસ્લિમ નેતાઓ દ્વારા કંઈ જ કરવામાં નહોતું આવ્યું. વડા પ્રધાને આ બેઠક નહોતી કરવાની પરંતુ અમેરિકા તરફથી દબાણ હતું.
સવાલ- શું કોંગ્રેસ ફરીવાર એ જ ભૂલ કરી રહી છે, તે જૂના કાશ્મીરની માગ કરી રહી છે.
જવાબ- કોંગ્રેસ આત્મહત્યા કરવાની સ્થિતિમાં છે, તેથી તે આવી વાતો કરી રહી છે. કોંગ્રેસે ક્યારેય ચીનની નિંદા નથી કરી, હા PM મોદીએ એમ પણ કહ્યું હતું કે ચીન ભારતની સરહદની અંદર આવ્યું નથી. પરંતુ ભાજપ પોતાનો અવાજ ઉઠાવશે, હું દરરોજ કહું છું કે ચીનને પાઠ ભણાવો. કોંગ્રેસ ફક્ત ટીકા કરે છે. ચાઇનાએ આપણી જમીન પર કબજો કરીને ભૂલ કરી, તેઓ ક્યારેય આવું કહેતા નથી.
સવાલ- ચીન સામે સરકારે જે પગલા લીધા છે તેને લઈને શું તમે સંતુષ્ટ છો ?
જવાબ- હું સંપૂર્ણપણે અસંતોષ છું. આજની પરિસ્થિતિમાં તે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જ્યારે ચીને ઘુસણખોરી કરી હતી, ત્યારે આપણે જવાબ આપવો જોઈતો હતો. અમે ગેલવાન, કૈલાસ રેન્જમાં કરીને બતાવ્યું, પરંતુ ફરીથી વાટાઘાટો શરૂ કરી. આ વાતચીતનો શોખ કેમ છે, મને સમજાતું નથી. તેઓ આપણી છાતી પર બેઠા છે, અમારી જમીન પર બેઠા છે, શું આપણે તેમની સાથે વાત કરીશું, આપણે પહેલા તેમને ઉભા કરીશું પછી ભગાડીશું, આપણે તેમને ભગાડિશું અને આપણે તેમને ભગાડી શકીએ છે.
સવાલ- શું સરકારે મોડું કર્યુ ?
જવાબ- અમારી સરકારે ભૂલને શાંત કરી. આપણે ચીન સાથે યુદ્ધ કરવું જોઈએ, દુનિયાને બતાવવું જોઈએ કે 1962 ફરી ક્યારેય નહીં થાય. અમને નાના દેખાડવા માટે ચીને આ બધું કર્યું અને તેઓ આમાં સફળ પણ થયા.
સવાલ- ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર છે. ભાજપ સરકાર દરમિયાન ઘણા લોકોના ધર્માંતરણ થયા હતા અને હવે સરકારને ખબર પડી. શું આમાં રાજ્ય સરકારની બેદરકારી હતી?
જવાબ- જો ધર્માતરણ સ્વૈચ્છિક છે, તો પછી કોઈ તેને રોકી શકે નહીં, પરંતુ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો મોટા પાયે લોકોનું ધર્માતરણ કરે છે. મુસ્લિમો કરતા હિન્દુઓની આર્થિક સ્થિતિ સારી છે, તેથી વસ્તી પણ ઓછી થઈ રહી છે. જેમ કે શ્રીમંત ઓછા બાળકો પેદા કરે છે કારણ કે બાળકોને શાળા, કોલેજ માટે વિદેશમાં મોકલવા પડે છે. મુસ્લિમોની વસ્તી હિંદુઓ કરતાં ઝડપથી વધી રહી છે, આમાં મુસ્લિમો જવાબદાર નથી તેમની આર્થિક સ્થિતિ જવાબદાર છે. કેરળના હિન્દુઓ અને યુપીના હિન્દુઓની વસ્તીમાં તફાવત છે, યુપીમાં ત્રણથી ચાર બાળકો છે, જ્યારે કેરળમાં ઓછા બાળકો જન્મે છે કારણ કે તેઓનું શિક્ષણનું ધોરણ વધુ છે.
સવાલ- ભારતમાં બે બાળકોનો કાયદો આવવો જોઈએ?
જવાબ- કાયદા દ્વારા કંઈ નહીં થાય. આટલા મોટા દેશમાં બાળકોનો હિસાબ કોણ રાખશે? લોકોને પ્રોત્સાહિત કરવા પડશે ,વધુ સારી શાળાઓ બનાવવી પડશે, શિક્ષણનું ધોરણ ઉંચું કરવું પડશે. આપણે શિક્ષણ પર GDPના માત્ર 1.5 ટકા ખર્ચ કરીએ છીએ, જ્યારે વિકસિત દેશો 6 ટકાથી ઓછા ખર્ચતા નથી.
સવાલ- કોરોના યુગમાં ક્યાંક સરકારનું ખોટું સંચાલન જવાબદાર હતું?
જવાબ- કોરોનાએ દરેક વર્ગને ઝાટકો આપ્યો છે, ગરીબોને સૌથી વધુ ફટકો પડ્યો છે. જ્યારે આપણે પ્રથમ લહેરમાં સફળ થયા, ત્યારે આપણે ઢોલ પીટીને ભૂલી ગયા કે બીજી લહેર પણ આવશે. હવે આપણને ડર છે કે ત્રીજી લહેર પણ આવશે. પરંતુ પ્રથમ લહેર પછી, આપણે છાતી ઠોકીને કહ્યું કે અમે કરીને બતાવ્યું અને અમે અન્ય દેશો માટે પણ કરીશું. આ ઘમંડથી આપણને નુકસાન થયું.
સવાલ- દેશમાં રસીનો અભાવ હોવા છતાં બીજા દેશમાં મોકલવામાં આી વિપક્ષ પણ સરકારને આ મુદ્દે ઘેરી રહી છે
જવાબ: ટીકા કરવી ખૂબ જ સરળ છે. જ્યારે બોલવાનું હતું, ત્યારે કોઈ બોલ્યું નહીં. જ્યારે ફેબ્રુઆરીમાં આ થઈ રહ્યું હતું, ત્યારે કોઈ બોલ્યું નહીં. સરકારે રસી માટે ઉત્પાદકોને પૈસા આપવા જોઈતા હતાં.
સવાલ- 2022માં 5 રાજ્યોની ચૂંટણીઓ છે. વિપક્ષ PM મોદી સામે એક થઈ રહ્યા છે. દેશમાં એક વાતાવરણ ઉભું કરવાની તૈયારીઓ ચાલી રહી છે, તેનાથી PM મોદી કે સરકારની છબીને અસર થશે.
જવાબ- નરેન્દ્ર મોદીએ 2024માં પહેલો નિર્ણય તે લેવાનો છે કે આગલા વડા પ્રધાન કોણ હશે. કારણ કે તેઓ કહેતા આવ્યા છે કે 75 વર્ષથી ઉપરના લોકોએ કોઈ હોદ્દો સંભાળવો ન જોઇએ. એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી અને શાંતાકુમારને 75 વર્ષનો હવાલો આપીને સરકારમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. હવે મોદી 75 વર્ષના થવા જઇ રહ્યા છે, આ નિયમ તેમને લાગુ પડશે કે નહીં. તેમણે હવે કહેવું જોઈએ કે 75 વર્ષથી વધુ ઉંમરના હોવા છતાં પણ તે વડાપ્રધાન પદે રહેશે. કદાચ પાર્ટી તેમનો મુદ્દો સ્વીકારી લે.
આ પણ વાંચો : પોલીસે આ રીતે રાજનૈતિક ન થવું જોઈએ : કાર્યકર્તાઓને રોકતા મનિષ સિસોદિયાએ પોલીસ પર દર્શાવી નારાજગી
સવાલ- 2024માં ભાજપ સરકાર બનશે? અથવા કોંગ્રેસ કે ત્રીજો પક્ષ ઉભરી આવશે.
જવાબ- 2024 સુધીમાં કંઇપણ થઈ શકે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં જેલમાં જાય તો શું થશે. આટલુ દૂર જોવાની જરૂર નથી પણ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જાગૃત થવો જોઈએ.
સવાલ - શું બંગાળની ચૂંટણીનાં પરિણામો પછી કાર્યકર્તાઓનો ઉત્સાહ ઓછો થયો છે?
જવાબ - ચોક્કસ. અમે અન્ય પક્ષો સાથે ટોળા ઉભા કર્યા જેની કાર્યકરો પર અસર પડી. TMCમાંથી ભાજપમાં 146 નેતાઓ લીધા હતા અને હવે તે બધા પાછા ફરી રહ્યા છે. મુકુલ રોય પણ પાછા ગયા. જો તમે કાર્યકર્તાઓને પૂછશો નહીં, તો વાજપેયી જેવી પરિસ્થિતિ હશે, જેવી સ્થિતિ ઇન્ડિયા શાઇનીંગને લઈને થઈ હતી. જો તમે કાર્યકર્તાઓને અવગણશો, તો તમે જીતી શકશો નહીં. પરંતુ આ બધુ બદલાશે અને 2024માં અમારી સરકાર રચાશે.
સવાલ- રામ મંદિરને લઈને જમીન કૌભાંડની ચર્ચા છે. તમે શું કહેશો?
જવાબ- મેં તેના પર ધ્યાન આપ્યું જ નહીં, હું તો જોઈ રહ્યો છું કે કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે. અને ચંપત રાય, જેના પર આક્ષેપો થઈ રહ્યા છે તે સાધુ પુરુષ છે. તે બધું છોડીને સ્વયંસેવક બન્યા, તેના પર આરોપ મૂકવો અન્યાય છે. આમાં શું બન્યું, આ બધા મોદીએ જોવું જોઈએ, મેં કેસ જીતીને આપ્યો, ત્યારબાદ નરેન્દ્ર મોદીએ બધુ પોતાના હાથમાં લઈ લીધું. મને શિલાન્યાસ સમારોહમાં પણ આવવાની મંજૂરી નહોતી. મને આમંત્રણ મળ્યું નહોતું. મંદિર બન્યા પછી હું નિશ્ચિતરૂપે રામ લલ્લાને જોવા જઈશ. હું ઇચ્છું છું કે રામ મંદિર નિર્માણ થાય અને હવે હું કાશી વિશ્વનાથની મુક્તિ માટે લાગેલો છું, બધા સંતોએ મને આ જવાબદારી સોંપી છે. અયોધ્યા પછી કાશી અને પછી મથુરાનો વારો છે.