ETV Bharat / bharat

UPI PayNow Linkage : ભારત સિંગાપોર વચ્ચે ડિજિટલ વ્યવહારો બન્યા સરળ, PayNow જોડાયો ભારતીય UPI સાથે - paynow upi વ્યવહારના સમાચાર આજે

ડિજિટલ પેમેન્ટની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગી સાથે UPI PayNow લિન્કેજ શરૂ કર્યું છે. UPI PayNow લિંકેજથી બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો સુધરશે.

UPI PayNow Linkage: ભારત સિંગાપોર વચ્ચે ડિજિટલ વ્યવહારો બન્યા સરળ, PayNow જોડાયો ભારતીય UPI સાથે

author img

By

Published : Feb 21, 2023, 1:24 PM IST

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના પે નાઉનું એકીકરણ શરૂ કર્યું. આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના એમડી રવિ મેનન બંને દેશો વચ્ચે UPI PayNow લિન્કેજની શરૂઆતના સાક્ષી બન્યા હતા.

  • Digital India program has made possible unprecedented reforms in governance and public service delivery. This is the strength of India's digital infrastructure that during COVID, we were able to make direct transfers to the bank accounts of crores of people: PM Narendra Modi pic.twitter.com/DcCMDhOdbv

    — ANI (@ANI) February 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન મોદી શું કહ્યું : આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, UPI PayNow લિન્કેજ ભારત અને સિંગાપોર વચ્ચેની રજૂઆત બંને દેશોના નાગરિકો માટે એક ભેટ છે, જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાનને કહ્યું, હું આ માટે ભારત અને સિંગાપોર બંનેના લોકોને અભિનંદન આપું છું.

આ પણ વાંચો : Paytm લાવ્યું UPIનું આ નવું ફીચર, નાના ટ્રાન્ઝેક્શન વધુ ઝડપી દરે થશે

સિંગાપોરમાં રહેતા ભારતીયોને ફાયદો : UPI અને Paynow કનેક્ટિવિટી મંગળવારે વડાપ્રધાન મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સુવિધા શરૂ થવાથી સિંગાપોરમાં રહેતા લાખો ભારતીયોને ફાયદો થશે. UPI સેવાઓ શરૂ કરવા માટે સિંગાપોર એક નવું નામ હોય શકે છે, પરંતુ આ પેમેન્ટ સિસ્ટમ માટે ઘણા દેશો સાથે કરારો થઈ ચૂક્યા છે. UPI અને PayNow કનેક્ટિવિટી બંને દેશો વચ્ચેના વેપારમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે.

આ પણ વાંચો : Rupay અથવા BHIM UPI ટ્રાન્ઝેક્શનથી બમણો ફાયદો થશે, જાણો કેવી રીતે

ડિજિટલ પેમેન્ટમાં ભારત મોખરે : ભારત વિશ્વભરમાં ડિજિટલ પેમેન્ટ્સમાં મોખરે છે. વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) ભારતની આ વ્યવસ્થાની પ્રશંસા કરી છે. તે જ સમયે, દેશમાં UPI દ્વારા ચૂકવણીના આંકડા સતત વધી રહ્યા છે. ભારત સરકાર તેના વિસ્તરણ પર સતત ભાર આપી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.