ન્યુઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન (pm modi nation addressed ) કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે. પીએમે કહ્યું કે, જે બાળકોની ઉંમર 15 વર્ષથી 18 વર્ષની વચ્ચે છે, તેમના માટે હવે દેશમાં રસીકરણ (Pm Modi On Child Vaccination ) શરૂ થશે. તેની શરૂઆત આવતા વર્ષે 3 જાન્યુઆરીથી કરવામાં આવશે.
કોરોના સામે લડવાનું એક મોટું શસ્ત્ર
પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે લડવાનો અત્યાર સુધીનો અનુભવ દર્શાવે છે કે, વ્યક્તિગત સ્તરે તમામ દિશાનિર્દેશોનું પાલન કરવું એ કોરોના સામે લડવાનું એક મોટું શસ્ત્ર છે અને બીજું શસ્ત્ર રસીકરણ છે.
61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા
પીએમ મોદીએ કહ્યું કે ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી (Vaccination drive of india) આપવાનું શરૂ કર્યું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે, આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધું છે. આજે, ભારતની પુખ્ત વસ્તીના 61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે, લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને રસીનો એક જ ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Bjp Year Ender 2021: ભાજપના વર્ષભરના મહત્વના સમાચારો