- લોકોનો યોગ (Yoga) તરફ ઉત્સાહ ઓછો નથી
- આ વર્ષની થીમ 'સ્વાસ્થય માટે યોગ' છે
- વડાપ્રધાનની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ 2015થી યોગ દિવસની માન્યતા આપી
નવી દિલ્હી : સાતમા વિશ્વ યોગ દિવસ(International Yoga Day) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધીને કહ્યું કે, બે વર્ષથી વિશ્વના દેશોમાં અને ભારતમાં કોરોનાને કારણે મોટા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા નથી. પરંતુ લોકોનો યોગ (Yoga) તરફ છે ઉત્સાહ ઓછો નથી.
'સ્વાસ્થય માટે યોગ'
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ -2021 (International Yoga Day-2021)ની થીમ 'સ્વાસ્થય માટે યોગ (Yoga for Well Being)' છે. આ વર્ષે યોગ દિવસ (Yoga Day)ની થીમ વૈશ્વિક રોગચાળા (Global epidemic)ના કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે. ગયા વર્ષના યોગ દિવસની થીમ 'પરિવાર સાથે યોગ (Yoga With Family)' હતી.
યોગનો ઇતિહાસ ભારતમાં પાંચ હજાર વર્ષ જૂનો
ભારતમાં આમ તો, યોગનો ઇતિહાસ લગભગ પાંચ હજાર વર્ષ જૂનો છે. પરંતુ તારીખ 21 જૂને છેલ્લા કેટલાક વર્ષોમાં ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. અન્ય તમામ ઘટનાઓ ઉપરાંત આ તારીખ છ વર્ષ પહેલાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે નોંધાઈ હતી.
21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઇ
જ્યારે 11 ડિસેમ્બર, 2014ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે માન્યતા આપી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) 21 જૂન 2015થી શરૂ થયો હતો. જોત-જોતામાંં જ વિશ્વના તમામ દેશો આ અભિયાનમાં જોડાયા હતો.