સિકરઃ વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના સિકરમાં કરેલા સંબોધનમાં કોંગ્રેસ પર વાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શેખાવટીને કોંગ્રેસનો ગણવામાં આવે છે. શેખાવટી પર ભાજપનું ફોક્સ છે. કોંગ્રેસે લડાઈમાં બધુ બરબાદ કરી દીધું છે. ભાજપ સરકાર ગરીબ કલ્યાણની ભાવના સાથે કામ કર્યું છે. કેન્દ્રની ભાજપ સરકારે સતત દેશના વિકાસ માટે કામ કર્યું છે. કોંગ્રેસનો અર્થ લૂંટનું માર્કેટ એવો થાય છે.
પેપરલીક ઉદ્યોગઃ રાજસ્થાનમાં પેપરલીક ઉદ્યોગ ધમધમી રહ્યો છે. તીજના તહેવાર પર જોખમ તોળાઈ રહ્યું છે. રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. માતા અને દીકરીઓ પર થતા અત્યાચાર અને અન્યાયને સહન નહી કરી લેવાય. રાજ્યમાં નશાનો કારોબાર ખૂબ જ વધ્યો છે. લાલ ડાયરીના પાના ખુલશે તો કેટલાયના પત્તા કપાશે. કોંગ્રેસમાં મોટો આંતરીખ વિખવાદ ચાલે છે. કોંગ્રેસનો ડબ્બો ગોળ થવા જઈ રહ્યો છે.
નામ બદલવાનું પણ કામ જૂનું છે. કોંગ્રેસનું કામ માત્ર નામ બદલવાનું છે. જે એનું જુનું કામ છે. અમારી સરકાર તો ખેડૂતોના પૈસા બચાવી રહી છે. કોરોનાની અને યુક્રેન રશિયાના યુદ્ધની કોઈ અસર ખેડૂતો પર પડી નથી.
દીકરીઓ સુરક્ષિત નથીઃ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાનની સ્કૂલમાં બહેન અને દીકરીઓ સુરક્ષિત નથી. નામ બદલીને છળકપટ છુપાવવાનો પ્રયત્ન કરે છે કોંગ્રેસ. UPAમાંથી નામ બદલીને INDIA કરી દીધું છે. આ પાર્ટીનો ઈરાદો દેશના દુશ્મનો જેવો છે. કોંગ્રેસે નામ બદલવાની સિસ્ટમ શરૂ કરી છે. સિમીએ નામ બદલીને PFI કરી દીધું છે. સિમીનું નામ પણ ઈન્ડિયા રહ્યું હતું. ઈન્ડિયા તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પણ નામ હતું. અમારી સરકાર દેશના ખેડૂતો સાથે ખભો સાથે રાખીને ઊભી છે, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટું કામ કર્યું છે.