ETV Bharat / bharat

PM મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ અલ નાહયાન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક યોજાશે - United Arab Emirates

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi hold virtual meeting today) અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ (Crown Prince of Abu Dhabi) અને સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે વર્ચ્યુઅલ મીટિંગ કરશે. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

PM મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ અલ નાહયાન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક યોજાશે

author img

By

Published : Feb 18, 2022, 1:33 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi hold virtual meeting today) અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ (Crown Prince of Abu Dhabi) અને સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ડિજિટલ સમિટ યોજશે. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગ તેમજ સમાન હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

UAEની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી

આ બેઠકમાં બંને નેતાઓ (મોદી અને નાહયાન) બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધો વિશે તેમના વિઝન રજૂ કરશે. આ સમિટ એવા સમયે યોજાવા જઈ રહી છે. જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરવા માટે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. જ્યારે સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) તેની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.

ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તમામ ક્ષેત્રોમાં મજબૂત થયા

તાજેતરના વર્ષોમાં ભારત અને UAE વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તમામ ક્ષેત્રોમાં મજબૂત થયા છે અને બંને પક્ષોએ એકંદર વ્યૂહાત્મક જોડાણ બનાવ્યું છે. વડાપ્રધાન મોદીએ 2015, 2018 અને 2019માં UAEની મુલાકાત લીધી હતી. જ્યારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે 2016 અને 2017માં ભારતની મુલાકાત લીધી હતી. બંને પક્ષો વચ્ચે મંત્રી સ્તરની મુલાકાતો પણ થઈ હતી, જેમાં ત્રણ વિદેશ પ્રધાન સ્તરની મુલાકાતો અને 2021માં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાનની UAEની મુલાકાતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: UP Assembly Election 2022: ફતેહપુરમાં PM મોદીની ગર્જના, કહ્યું- 10 માર્ચના જ મનાશે 'વિજયી હોળી

બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વની પહેલ

મંત્રાલયના નિવેદન અનુસાર કોવિડ-19 સંક્રમણ દરમિયાન બંને પક્ષોએ આરોગ્યસંભાળ અને ખાદ્ય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નજીકથી સહયોગ કર્યો હતો. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને ઉર્જા સંબંધો મજબૂત રહે છે અને રિન્યુએબલ એનર્જી, સ્ટાર્ટઅપ્સ, ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ પણ વધુ મજબૂત બની રહ્યો છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વની પહેલ કમ્પોઝિટ ઇકોનોમિક એલાયન્સ એગ્રીમેન્ટ (CEPA) છે. CEPA માટેની વાટાઘાટો સપ્ટેમ્બર 2021માં શરૂ થઈ હતી અને પૂર્ણ થઈ ગઈ છે. આ કરાર ભારત-UAE આર્થિક અને વ્યાપારી સંબંધોને આગલા સ્તર પર લઈ જશે.

UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર

UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના છે. UAEમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ સંક્રમણ દરમિયાન ભારતીયોને ટેકો આપવા બદલ UAE નેતૃત્વની પ્રશંસા કરી હતી.

UAE ભારતનું ક્રૂડ ઓઈલનું ત્રીજું સૌથી મોટું છે સપ્લાયર

UAEની ભાગીદારી અને ભારતીય કંપનીઓને બે ક્ષેત્રોમાં હિસ્સેદારીની ઓફર સાથે ઊર્જા સહકાર પહેલાથી જ બદલાઈ ગયો છે. UAE ભારતનું ક્રૂડ ઓઈલનું ત્રીજું સૌથી મોટું સપ્લાયર છે અને LPG/LNGનું બીજું સૌથી મોટું સપ્લાયર છે. આનાથી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સહયોગ મજબૂત થશે. આ સાથે સંરક્ષણ સંબંધોમાં પણ સારી પ્રગતિ થઈ છે.

આ પણ વાંચો: Punjab assembly election 2022: મનમોહન સિંહે PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- વગર આમંત્રણે બિરિયાની ખાવાથી સંબંધો સુધરતા નથી

ભારત અને UAE વચ્ચે સૌહાર્દ અને સહિષ્ણુતાનું છે મહાન પ્રતીક

ભારતે દુબઈ એર શો 2021માં મુખ્ય ભાગ લીધો હતો. દુબઈ એક્સ્પોમાં ભારતને જમીનના સૌથી મોટા પ્લોટમાંથી એક ફાળવવામાં આવ્યો હતો અને એક્સ્પો પછી ભારતીય પેવેલિયનને જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, અબુધાબીએ મંદિર માટે એક મોટો પ્લોટ આપ્યો છે, જેનું નિર્માણ ચાલી રહ્યું છે. ભારત અને UAE વચ્ચે સૌહાર્દ અને સહિષ્ણુતાનું મહાન પ્રતીક છે.

OIC વિદેશ પ્રધાનોની બેઠક માટે ભારતને પ્રથમ વખત આપ્યું હતું આમંત્રણ

ભારત અને સંયુક્ત આરબ અમીરાત બંને આ વર્ષે UNSCમાં અસ્થાયી સભ્યો તરીકે સંકલન કરી રહ્યા છે. સંયુક્ત આરબ અમીરાતે માર્ચ 2019માં OIC વિદેશ પ્રધાનોની બેઠક માટે ભારતને પ્રથમ વખત આમંત્રણ આપ્યું હતું. જેમાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાને હાજરી આપી હતી. આ સિવાય અફઘાનિસ્તાન સહિતના ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ નિયમિત પરામર્શ કરવામાં આવી છે. 17 જાન્યુઆરીના રોજ UAE સરકારે જાહેરાત કરી હતી કે તે ડ્રોન હુમલામાં જીવ ગુમાવનારા બે ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે તાત્કાલિક સહાય પૂરી પાડીને પરિવારોને વધુ મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.