ડબ્લિનઃ Polyfluoroalkyl Substances એટલે કે PFAS 1940માં શોધાયા બાદ બેહદ ઉપયોગને કારણે તે આપણા આધુનિક જીવનમાં વણાઈ ગયું છે. તાજેતરમાં આપણા આરોગ્ય તેમના હાનિકારક પ્રભાવના સમાચાર સામે આવ્યા છે.
હકિકતમાં આ કેમિકલ પર્યાવરણ અને આરોગ્ય પર હાનિકારક અસર કરી શકે છે તે સાબિત થતા PFAS વિશે ઊંડા સંશોધનો શરુ થઈ ગયા છે. PFAS શું છે? શું તે માત્ર ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ માટે જ સમસ્યા સ્વરુપ છે? આવો જાણીએ વિસ્તારપૂર્વક. PFAS એ એક માનવનિર્મિત કેમિકલ છે. જેના કુલ 4700 પ્રકાર છે. PFASનું મુખ્ય લક્ષણ છે કાર્બન ફ્લોરિન વચ્ચેનો બંધ(C-F બોન્ડ). રસાયણ વિજ્ઞાનમાં આ બંધને વૈજ્ઞાનિકો સૌથી શક્તિશાળી બંધ તરીકે ઓળખે છે.
આ સ્થિરતા PFASને અનેક ઉત્પાદનોમાં મહત્વપૂર્ણ ઘટક બનાવે છે. આ કેમિકલ તેલ અને ગ્રીસના રેઝિસ્ટન્ટ પેકેજિંગ, નોન સ્ટિક કૂકવેર, પાણી અને ડાધ પ્રતિરોધક કાપડ અને અગ્નિશામક ફોમ બનાવવામાં વપરાય છે. PFASના અતિ ઉપયોગથી તે આપણા જીવનનો એક ભાગ બની ગયું છે. તેના કાર્બન ફ્લોરિન બોન્ડની તાકાત તેને કુદરતી પ્રક્રિયાઓમાં પણ તુટવાથી બચાવે છે. આ કેમિકલનું દીર્ઘાયુ સદીઓ સુધી હોય છે તેથી તેમને લીગસી કમ્પાઉન્ડનું ઉપનામ પણ મળ્યું છે.
PFASનું ચિંતાજનક પ્રમાણ પીવાના પાણી, હવા, માટીમાં જોવા મળ્યું છે. તેટલું જ નહીં તેનું પ્રમાણ આર્કટિકના બરફમાં પણ જોવા મળ્યું છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ મનુષ્ય અને પ્રાણીઓમાં PFASના જોખમ સંબંધી ચોંકાવનારા ખુલાાસા કર્યા છે. આ હાનિકારક અસરોમાં કેન્સરનું વધતું જોખમ, લીવર ડેમેજ, ઈમ્યુનિટીમાં ડિસ્ટર્બન્સ, વિકાસાત્મક વિકાર અને હોર્મોનની ખામીનો સમાવેશ થાય છે. માનવ શરીરની અંદર તેની ઉપસ્થિતિથી પ્રતિકુળ પ્રભાવ પડે છે. પાચનક્રિયામાં સમય વીતે તેમ પદાર્થો પચી જતા હોય છે જ્યારે PFAS તુટ્યા વિના શરીરના અંગો અને પ્રવાહીમાં જમા થતું રહે છે.
PFASનો સતત સંગ્રહ આત્મનિર્ભર ચક્ર બનાવે છે. આ કેમિકલ પ્રદૂષિત નદીઓ, માટી અને ખાદ્ય શૃંખલામાં જમા થઈ જાય છે. PFAS મનુષ્ય અને પ્રાણીઓના શરીરમાં જવાનો રસ્તો શોધી લે છે અને સમય વીતતા શરીરમાં જમા થતું જાય છે. PFASની હાનિકારક અસરોએ એક વૈશ્વિક ચિંતાને જન્મ આપ્યો છે. સતત કાર્બનિક પ્રદૂષણ વિરુદ્ધ લડતા સ્ટોકહોમ કન્વેન્શન જેવા સંગઠનોએ યુરોપિય સંઘમાં PFASના ઉપયોગ પર પ્રતિબંધ અને કડક કાર્યવાહીની માંગણી કરી છે.
PFASની હાનિકારક અસરો દીર્ઘકાલીન છે જેના વિશે હજુ આપણે બહુ ઓછું જાણીએ છીએ. જો કે વૈશ્વિક ચિંતાનો વિષય કંઈ નાનો સૂનો તો ન જ હોય. યુકે અને આયર્લેન્ડમાં PFAS પ્રદૂષણ રોજીંદી ચીજવસ્તુઓ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ પ્રોસેસમાં પ્રવેશી ચૂક્યું છે. 2019માં યુકે પર્યાવરણ એજન્સીના સ્ક્રીનિંગે સતત ભૂગર્ભ જળના નમુનામાં PFASની હાજરી નોંધી હતી. તેમણે સર્વેક્ષણ કરેલ અનેક સાઈટ્સમાંથી 96 ટકા PFAS ગ્રસ્ત જોવા મળી.
વધી રહેલ PFAS સાંદ્રતાને લીધે ઈંગ્લેન્ડની એક પણ નદી યોગ્ય રસાયણિક પરિસ્થિતિના એક માપદંડને પૂરા કરતી નથી. મુખ્ય વૈજ્ઞાનિક સમૂહની રિપોર્ટ અનુસાર PFAS પ્રદૂષણના સંભવિત સ્ત્રોતોમાં સૈન્ય, નાગરિક હવાઈ ક્ષેત્રો, લેંડફિલ અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ ફેસિલિટીનો સમાવેશ થાય છે. આ હાનિકારક રસાયણો માટેના માપદંડોની ગેરહાજરી યુરોપ અને યુકેમાં ગંભીર મુદ્દો છે. PFASના સૌથી પ્રચલિત બે વેરિયન્ટ PFO અને PFOSનું પરિક્ષણ યુકેમાં કરવામાં આવી રહ્યું છે.
એન્વાયરોન્મેન્ટલ એજન્સીના 2021ના રિપોર્ટ અનુસાર બ્રિટિશ જલક્ષેત્રમાં PFASનું પ્રમાણ જોવા મળ્યું છે. આ અંતરાલમાં ગ્રાહકો જે ઉત્પાદનો વાપરે છે, જે પાણી પીવે છે તેના લીધે તેમના જીવનચક્રમાં PFAS પ્રવેશી જાય છે. આપણે ત્યાં હાનિકારક કેમિકલનું રીસાયક્લિંગ હજુ જોઈએ તેટલું વિકસ્યું નથી. તેથી રસાયણો દ્વારા પેદા થતા ખતરાનું ઉચિત આકલન કપરુ થઈ પડે છે.
જો કે કેટલાક PFAS દવા નિર્માણ અને આરોગ્ય સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ છતા PFASના હાનિકારક પ્રભાવને નજર અંદાજ કરી શકાય નહીં. ફોરએવર રસાયણોના ઉપયોગી ગુણોને લીધે તેમની હાનિકારક અસરો વિષયક સાર્વજનિક જાગૃતિનો અભાવ જોવા મળે છે. PFAS સાથે સંકળાયેલ જટિલતાનો અર્થ છે કે આપણે નવા રાસાયણિક બંધનો ધરાવતા કેમિકલની શોધ કરવી રહી. જે પર્યાવરણ અને માનવ સ્થાસ્થ્યને નુકસાન ન પહોંચાડતા હોય.
જો કે તેનું સમાધાન જટિલ છે પરંતુ તેને મેળવવું અશક્ય નથી. આપણે PFASને ખતમ કરવા માટે કડક નિયમો, વધુ પ્રમાણમાં સંશોધનો અને વૈશ્વિક સ્તરે પ્રયત્નો કરવાની જરૂર છે. જો આપણે આ કરી શકીશું તો આપણા ગ્રહ અને તેમાં વસતા જીવો બંને માટે એક સુરક્ષિત અને તંદુરસ્ત ભવિષ્યને સુનિશ્ચિત કરી શકીશું. (ધ કન્વરસેશન)