ન્યૂઝ ડેસ્ક: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) નવા દરો જારી કર્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે 7મી એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા. આજે અમદાવાદમાં પેટ્રોલ 105.06 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 99.41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: CNG price : CNGના ભાવમાં કિલોદીઠ ફરી રૂપિયા 2.50નો વધારો, પેટ્રોલ ડિઝલે પણ નિભાવ્યો સાથ
ગાંધીનગરમાં પેટ્રોલ 105.27 રૂપિયા પ્રતિ લીટર : ગાંધીનગરમાં પેટ્રોલ 105.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 99.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. સુરતમાં પેટ્રોલ 104.94 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 99.3 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી એક વાર 80 પૈસાનો વધારો, જાણો આજની કિંમત
મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લીટર : બીજી તરફ દેશના અન્ય ત્રણ મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 110.85 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 100.85 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. કોલકાતાની વાત કરીએ તો અહીં પેટ્રોલ 115.12 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ 99.83 પ્રતિ લિટર મળી રહ્યું છે.