ETV Bharat / bharat

Covaxin for Kids : પટના AIIMS માં બાળકો પર રસી ટ્રાયલ શરૂ,ત્રણ બાળકોને અપાયા ડોઝ - ભારત બાયોટેકની કોવેક્સિન

બિહારની રાજધાની પટનામાં બાળકો પર કોવેક્સિન (Covaxin)નો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. આની શરૂઆત પટના AIIMSથી કરવામાં આવી છે. પ્રથમ દિવસે 3 બાળકોને કોવાસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

પટના AIIMS
પટના AIIMS
author img

By

Published : Jun 3, 2021, 11:14 AM IST

  • બિહારની રાજધાની પટનામાં બાળકો પર કોવાસીન ટ્રાયલ શરૂ
  • પટના AIIMSમાં બાળકો પર રસી ટ્રાયલ કરવામાં આવી
  • પ્રથમ દિવસે 3 બાળકોને કોવાસીનનો પ્રથમ ડોઝ અપાયો
  • કોવાકસીનનો બીજો ડોઝ 28 દિવસ પછી આપાશે

પટના : બિહારના પટનામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં મંગળવારે બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સિનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે.3 બાળકોને રસી આપવામાં આવી છે, ત્રણેય બાળકો હાલ સ્વસ્થ છે.

પટના એઇમ્સમાં બાળકો પર કોવેક્સિન ટ્રાયલ શરૂ

પટના AIIMSને કુલ 100 બાળકો પર રસીની ટ્રાયલનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ત્રણેય બાળકોની ઉંમર 12 થી 18 વર્ષની વય જૂથમાં છે અને તે પટનાના રહેવાસી છે. ત્રણેય સ્વસ્થ છે. કોઈની ઉપર કોઈ આડઅસર જોવા મળી નથી. હોસ્પિટલે ત્રણેય બાળકોના માતા-પિતાને ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા જણાવ્યું છે.આરટી-પીસીઆર, એન્ટિબોડી પરીક્ષણો અને સામાન્ય પરીક્ષણો જેવી સ્ક્રિનિંગ પ્રક્રિયાઓ તમામ બાળકોના પ્રથમ ટોઝ બાદ હાથ ધરવામાં આવી હતી.

પટના AIIMS
પટના AIIMS

આ પણ વાંચો : ભારત બાયોટેકની કૉવેક્સિનને WHO તરફથી EUAની મંજૂરી મળશે તેવી આશા

રસી આપ્યા બાદ બે કલાક સુધી નજર રાખવામાં આવે છે

ડો . સીએમ સિંહના જણાવ્યા અનુસાર 'અત્યાર સુધીમાં 108 બાળકોએ પરીક્ષણ માટે નોંધણી કરાવી છે અને તેઓ સ્ક્રીનીંગ પ્રક્રિયા બાદ જ રસી મેળવશે. ઇન્ટ્રામસ્ક્યુલર ઇંજેક્શનનો 0.5 મિલી ડોઝ આપ્યા પછી, ત્રણેય બાળકો પર બે કલાક નજર રાખવામાં આવી.

કોઈ પણ બાળકમાં આડઅસર જોવા મળી નથી

ડો . સીએમ સિંહે કહ્યું કે, રસીનો પ્રથમ ડોઝ આપ્યા પછી કોઈ પણ બાળકમાં આડઅસર દેખાઈ નથી. હોસ્પિટલે ત્રણેય બાળકોના માતા-પિતાને ડાયરી આપી છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા જણાવ્યું છે. જો બાળકોને આ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો તેઓને તાત્કાલિક પટના એઇમ્સનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભારત બાયોટેકે જણાવ્યું, બાળકો પર જૂનથી શરૂ થશે કોવેક્સિનનું ટ્રાયલ

બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે

ત્રણેય બાળકોને 28 દિવસના અંતરાલ પછી બીજો ટોઝ આપવામાં આવશે. એકવાર તેમનો સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થઇ જશે પછી બાળકોને રસીની કોઈપણ આડઅસર માટે તપાસ કરવામાં આવશે. પટના એઇમ્સના કોવિડ 19 ના નોડલ ઇન્ચાર્જ ડો. સંજીવ કુમારે જણાવ્યું હતું કે, મંગળવારે પ્રથમ ડોઝવાળા ત્રણ બાળકો 12 થી 18 વર્ષની વય જૂથમાં છે અને તે પટનાના રહેવાસી છે.

બાળકોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે

ડો. સંજીવના જણાવ્યા મુજબ, 'પટના એઈમ્સ 28, 42, 104 અને 194 દિવસમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિની તપાસ માટે ફોલોઅપ કરશે.તપાસનો અંતિમ તબક્કો ભારતીય તબીબી સંશોધન પરિષદની મંજૂરી મળ્યા પછી શરૂ થશે.પટના એઇમ્સમાં બાળકોને તેમની ઉંમરના આધારે ટ્રાયલ માટે ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. આ ત્રણ વય જૂથો 2-5 વર્ષ, 6-12 વર્ષ અને 12-18 વર્ષ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.