- સુનીલ બંસલનું કોરોના સંક્રમણના કારણે નિધન
- બંસલને જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
- હોસ્પિટલમાં તેમની સતત તબિયત વધુ લથડતી રહી હતી
જયપુરઃ યોગગુરૂ બાબા રામદેવ કોરોના સામે લડવા માટેની કોરોનિલ કીટ લોન્ચ કર્યા પછી એલોપેથી દવાઓના નિવેદનને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન ડેરી ઉદ્યોગ સંભાળી રહેલા 57 વર્ષિય સુનીલ બંસલનું કોરોના સંક્રમણના કારણે નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. બંસલને જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
![યોગગુરૂ રામદેવના ડેરી વ્યવસાયના વડા સુનીલ બંસલનું જયપુરમાં કોરોનાથી મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11875631_sdd.jpg)
આ પણ વાંચોઃ #IPL2020 : બાબા રામદેવની પતંજલી ટાઇટલ સ્પોન્સપશિપ માટે કરી રહી છે વિચારણા
જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
યોગગુરૂ બાબા રામદેવની સંસ્થા પતંજલિમાં ડેરી વ્યવસાયના સીઇઓ સુનિલ બંસલને કોવિડ-19ના સંક્રમણ બાદ જયપુરની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં તેની સતત તબિયત વધુ લથડતી રહી હતી.
19મેના રોજ તબિયત વધુ લથડતા હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો હતો
ETV Bharatએ રાજસ્થાન હોસ્પિટલના સંચાલક એસ.એસ.અગ્રવાલ સાથે વાત કરી હતી, ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે, સુનીલ બંસલ નામના તેમના ત્યાં એક દર્દી દાખલ થયા હતા. 19મેના રોજ તબિયત વધુ લથડતા સુનિલ બંસલે હોસ્પિટલમાં જ જીવ ગુમાવ્યો હતો.
ફેફસામાં ઇન્ફેક્શન ખૂબ વધી જવાથી મોત નીપજ્યું હતું
ડોક્ટર અગ્રવાલના કહેવા પ્રમાણે ફેફસામાં ઇન્ફેક્શન ખૂબ વધી ગયું હતું. જેના કારણે સુનીલ બંસલનું મોત નીપજ્યું હતું. કોરોનાના સંક્રમણના કારણે સુનીલ બંસલના મોતની પુષ્ટિ તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેના ભાઈ તિજારાવાલા એસકે દ્વારા પણ કરવામાં આવી છે.
બાબા રામદેવના નિવેદન અંગે આઇએમએ વાંધો ઉઠાવ્યો હતો
નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં જ બાબા રામદેવે એલોપેથી વિશે એક નિવેદન આપ્યું હતું. જેમાં એલોપેથીને બકવાસ અને દિવાલિયા સાયન્સ કહેવામાં આવ્યુ હતું. જે બાદ ભારતીય મેડિકલ એસોસિએશને આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચોઃ કોરોનાની દવાના મુદ્દે પતંજલીએ દસ્તાવેજો સાથે આયુષ મંત્રાલયને માહિતી મોકલી
આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને બાબા રામદેવને નિવેદન પાછું લેવાનું કહ્યું હતું
જો કે, આ પછી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને બાબા રામદેવને નિવેદન પાછું લેવાનું કહ્યું હતું, ત્યારબાદ બાબા રામદેવે તેમના નિવેદનમાં દિલગીર થઈને નિવેદન પાછું લેવાનું કહ્યું હતું.