કોઝિકોડ: કોઝિકોડ રેલવે પોલીસે બાળ તસ્કરીના (kerla child trafficking) આરોપમાં એક પાદરી અને બે રાજસ્થાની વતનીની ધરપકડ કરી છે. પોલીસે બાળ કલ્યાણ સમિતિના સભ્યો સાથે મળીને કોઝિકોડ રેલવે સ્ટેશન પર 12 છોકરીઓને બચાવી (12 girl children rescued) હતી. આ બાળકોને રાજસ્થાનથી, કોઈપણ માન્ય દસ્તાવેજો વિના, કરુણા ભવનમાં લાવવામાં આવ્યા હતા, જે પુલ્લુવાઝી, પેરુમ્બાવુર સ્થિત એક ખ્રિસ્તી ઘર છે.
આ પણ વાંચો: ફાઇટર એરક્રાફ્ટ મિગ-21 દુર્ઘટનામાં શહિદ પાયલોટના નામ જાહેર
પોલીસે કરુણા ભવનના ડિરેક્ટર, પાદરી જેકબ વર્ગીસ અને રાજસ્થાનના દલાલ લોકેશ કુમાર અને શ્યામ લાલની ધરપકડ કરી (Pastor and two Rajastan natives arrested ) છે. પોલીસે જણાવ્યું હતું કે કરુણા ભવન ચેરીટેબલ ટ્રસ્ટ કોઈપણ પરવાનગી વિના કામ કરી રહ્યું છે કારણ કે સરકારે 3 વર્ષ પહેલા એજન્સીનું લાઇસન્સ પાછું ખેંચી લીધું હતું. પોલીસને શંકા છે કે આ જ ગેંગ ભૂતકાળમાં પણ બાળકોની હેરાફેરી કરી શકે છે.
બાળકીઓને બચાવી લેવામાં આવી: રેલ્વે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિના સભ્યો દ્વારા આ તસ્કરી કરાયેલી બાળકીઓને કોઝિકોડ રેલ્વે સ્ટેશન પર ઓકા એક્સપ્રેસમાંથી બચાવી લેવામાં આવી હતી. ત્યારબાદ બાળકોને CWCને સોંપવામાં આવ્યા હતા અને હવે કોઝિકોડના વેલ્લીમાદુકુન્નુ ખાતેના ચિલ્ડ્રન વેલફેર હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક બાળકોના માતા-પિતા કોઝિકોડ પહોંચી ગયા છે. જોકે, બાળકોને રાજસ્થાન CWC દ્વારા જ માતાપિતાને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: અનોખી પરંપરા: દિવાસાના દિવસે થાય છે વાઘ બિલાડીની પૂજા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કરુણા ભવનની પ્રવૃત્તિઓ અત્યંત રહસ્યમય છે અને તેમની પ્રવૃત્તિઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. વધુ તપાસ માટે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવશે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 40,000 બાળકો ગુમ થઈ જાય છે અને તેમાંથી 11,000 બાળકો ક્યારેય શોધી શકાતા નથી. લગભગ 90 ટકા બાળકોની હેરફેર રાજ્યો વચ્ચે થાય છે અને બાકીના 10 ટકા વિદેશી દેશોમાં થાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર, દેશમાં બાળકોની તસ્કરીના કેસોમાં મુંબઈ અને કોલકાતા મોખરે છે.