ETV Bharat / bharat

Parliament Budget Session 2023: અદાણી કેસને લઈને વિપક્ષનો હંગામો, બંને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

અદાણી કેસને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા રોડથી લઈને સંસદ સુધી વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિરોધ પક્ષો સતત હોબાળો મચાવી રહ્યા છે. જેને કારણે સંસદની બંને ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

વિપક્ષ
વિપક્ષ
author img

By

Published : Feb 6, 2023, 12:25 PM IST

નવી દિલ્હીઃ અદાણી કેસ પર વિરોધ પક્ષો એકઠા થયા છે. તેઓ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેને મોટો મુદ્દો ગણાવતા કહ્યું છે કે સંસદમાં તેની ચર્ચા થવી જોઈએ. વિપક્ષી દળોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ થોડી જ વારમાં સ્થગિત કરવામાં આવી હતી. બંને ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

  • Delhi | Opposition MPs gather in protest at the Gandhi statue on Parliament premises, demanding a Joint Parliamentary Committee (JPC) or Supreme Court-monitored probe into Adani Group issue. pic.twitter.com/WkY4gfZwer

    — ANI (@ANI) February 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ હાથમાં મોટા બેનર પોસ્ટર લઈ સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના સાંસદો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સામે એકઠા થયા હતા અને સંસદમાં અદાણી મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. સંયુક્ત સંસદીય સમિતિ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અદાણી જૂથના મામલાની તપાસની માંગ કરવા માટે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: અદાણી મુદ્દાને કારણે ભારતની છબી અને સ્થિતિ પર કોઈ અસર થઈ નથી : નિર્મલા સીતારમન

સરકાર આટલા મોટા મુદ્દા પર મૌન: રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'અમે અદાણીનો મુદ્દો સંસદમાં ઉઠાવીશું. સરકાર આટલા મોટા મુદ્દા પર મૌન છે, ખાસ કરીને પીએમ મોદી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, હવે અમે બેઠક કરીશું. સમગ્ર વિપક્ષ એક સાથે આવશે, ચર્ચા કરશે અને નિર્ણય લેશે. આ માત્ર કોંગ્રેસનો મુદ્દો નથી, પરંતુ ભારતની સામાન્ય જનતાનો મુદ્દો છે. હું નિર્મલા સીતારમણને સલાહ આપવા માંગુ છું કે ભારતમાં આપખુદશાહીને બદલે લોકશાહી પ્રવર્તવી જોઈએ. જ્યારે આપણે આપણા મંતવ્યો અને માંગણીઓ રજૂ કરીએ છીએ, ત્યારે તે દંભ નથી. આ લોકશાહી છે. તમારી સરકાર જે કરે છે તે આપખુદશાહી છે.

આ પણ વાંચો: SBI on Loan to Adani : SBI એ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આપ્યું છે મોટું નિવેદન

અદાણી મામલે ચર્ચા કરવા માગ: સીપીઆઈ સાંસદ બિનોય વિશ્વમે કહ્યું, 'હું એલઆઈસી એમ્પ્લોઈઝ ફેડરેશનનો પ્રમુખ છું. અદાણી અને અંબાણીના લોભથી એલઆઈસીના દુરુપયોગ સામે સામાન્ય લડત માટે અમે એલઆઈસીના તમામ યુનિયનોનો અભિપ્રાય પણ માંગી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિપક્ષી પાર્ટીઓએ નિર્ણય કર્યો છે કે તેઓ સંસદના બંને ગૃહોમાં દરખાસ્ત માંગશે, અદાણી કૌભાંડના મુદ્દા સિવાય અન્ય કોઈ વાત પર વાત નહીં કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.