ETV Bharat / bharat

Rajasthan Monsoon Update : પાલી જળબંબાકાર, કેદીઓને બોટ મારફતે કોર્ટમાં લઈ જવાયા - તખતગઢ પોલીસ સ્ટેશન

રાજસ્થાનમાં મેઘરાજાએ ભારે વસમી સ્થિતિ સર્જી છે. પાલી જિલ્લામાં અવિરત વરસાદના કારણે તખતગઢ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે શહેરનું પોલીસ સ્ટેશન અને શાળા સહિતની જગ્યાઓ વરસાદી પાણીમાં ગરક થઈ હતી. સંજોગો એટલા વિકટ છે કે, પોલીસ ટ્રેક્ટર અને હોડીમાં પેટ્રોલીંગ કરી રહી છે. જ્યારે આરોપીને હોડીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

Rajasthan Monsoon Update : પાલી જળબંબાકાર, કેદીઓને બોટ મારફતે કોર્ટમાં લઈ જવાયા

author img

By

Published : Jul 11, 2023, 5:12 PM IST

રાજસ્થાન : રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં સોમવારે ભારે વરસાદની ચેતવણી હતી. ત્યારે પાલી જિલ્લાના તખતગઢમાં વરસાદી પાણી ભરાયા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. સુમેરપુર સબ ડિવિઝન વિસ્તારમાં સતત ભારે વરસાદ બાદ આસપાસના વિસ્તારમાં નદી નાળાઓમાં પાણી ભરાયા હતા. જેના કારણે તખતગઢ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વર્ષ 2023માં બીજી વખત નગરનું પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું હતું.

બાંકલી ડેમ ઓવરફ્લો : સવારે સાડા અગિયાર વાગ્યે શહેરમાં અવિરત વરસાદના પગલે પાણી પ્રવેશ્યા બાદ બાંકલી ડેમ ઓવરફ્લો થયો હતો. મુખ્ય બજારો અને સરકારી કચેરીઓ તેમજ શાળાઓ સતત 10 કલાક સુધી પાણીમાં ગરક થઈ હતી. જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો પણ જિલ્લા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 18 જૂન બાદ ફરી એકવાર નગરમાં પૂર જેવી સ્થિતિ જોઈ વહીવટીતંત્રના ચિંતાતુર બન્યું છે.

રોડ-રસ્તા બંધ : જાલોર જિલ્લામાં વરસાદની અસર પડોશી પાલી અને સિરોહી જિલ્લામાં જોવા મળી રહી છે. આ વરસાદને કારણે કુલથાણા નદીમાં પાણી આવતાં જાલોર-રોહિત રોડ બ્લોક થઈ ગયો છે. બીજી તરફ જવાઈ નદીમાં પણ પાણીની આવક સતત વધી રહી છે. આ સાથે જ અકોલી નદીમાં પાણી વધવાને કારણે જાલોર-રામસિન રોડ બંધ કરવામાં આવ્યો છે.

પોલીસમથક પાણીમાં ડુબ્યું : સોમવારે હવામાન વિભાગના આંકડા મુજબ પાલી જિલ્લાના બાંકલી અને બાનિવાસમાં 128 મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ પાલી જિલ્લાના જોગડાવાસમાં 75 મીમી અને બાલી પેટાવિભાગમાં 67 મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ બાદ તખતગઢ પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. પોલીસ સ્ટેશનમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. પોલીસકર્મીઓ ગ્રામજનોની મદદથી બોટ અથવા ટ્રેક્ટર અથવા અન્ય માધ્યમો દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા.

રસ્તા પર હોડી ફરી : સંજોગ એવા બન્યા કે, એક આરોપીને પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેને ટ્રેક્ટરમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બોટના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વરસાદ બંધ થયા બાદ પોલીસ સ્ટેશન તળાવ બની ગયું છે. તો બીજી તરફ નગરના રસ્તાઓ પણ ગટરના પાણીથી ભરાઈ ગયા છે. જોકે, સાંજ સુધીમાં વરસાદ બંધ થયા બાદ થોડું પાણી ઓસર્યા છે. પરંતુ હજુ પણ આખું નગર અને પોલીસ સ્ટેશન પાણીમાં ડૂબેલું જ જણાય છે.

વિજળી ત્રાટકી : ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 દિવસમાં બીજી વખત વરસાદના કારણે તખતગઢ પોલીસ સ્ટેશન તળાવ બની ગયું છે. જિલ્લાના સોજાત શહેરમાં પાલી રોડ પર અકસ્માત સર્જાયો હતો. અહીં વીજળી પડવાથી ત્રણ જવાનો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ઇલેક્ટ્રિક લાઈન રિપેર કરતી વખતે આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સાર્વત્રિક વરસાદ : રાજ્યમાં સતત વરસાદને કારણે જયપુર, અજમેર અને ટોંક જિલ્લાની જીવાદોરી સમાન બિસલપુર ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે. સોમવારે ડેમ પ્રશાસને જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 10 કલાકમાં પાણીની સપાટીમાં 8 સેમીનો વધારો જોવા મળ્યો છે. ડેમને પાણી પહોંચાડતી ત્રિવેણી નદીનો ગેજ પણ વધીને 2.80 મીટર થયો છે. સોમવારે સાંજે ડેમની જળ સપાટી 313.40 આરએલ મીટર નોંધાઈ છે. આવતીકાલે સવાર સુધીમાં ડેમની જળસપાટી ઝડપથી વધી શકે છે. ડેમના કેચમેન્ટ એરિયામાં સતત ત્રણ દિવસથી સારો વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ડેમ પર નિર્ભર જિલ્લાના લોકોને આગામી વર્ષ સુધી પીવાના પાણીનો પુરવઠો મળી શકશે.

  1. Ghaziabad Road Accident: દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત
  2. Heavy Rains in North India: જળપ્રલયમાં 37ના જીવ ગયા, સેના અને NDRFની ટીમ બચાવ કામગીરીમાં ઊતરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.