- ફ્લાઇઓવર ગોટાળા મામલે કેરળના પૂર્વ પ્રધાનની ધરપકડ
- હોસ્પિટલમાં દાખલ હતા ત્યાંથી ધરપકડ કરાઇ હતી
- વિજિલેન્સે મહિલા પોલીસ અધિકારીઓની મદદ માગી
તિરુવનંતપુરમઃ કેરળના પૂર્વ પ્રધાન અને આઇયૂએમએલના ધારાસભ્ય વીકે ઇબ્રાહિમ કુંજૂના પલારીવટ્ટોમ ફ્લાઇઓવર નિર્માણ ગોટાળા મામલે સતર્કતા દળે ધરપકડ કરી છે.
સર્તકતા દળે કરી ધરપકડ
તમને જણાવી દઇએ કે, વીકે ઇબ્રાહિમ કુંજૂની ધરપકડ હોસ્પિટલમાંથી કરવામાં આવી હતી, જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા સર્તકતા દળ ઇબ્રાહિમ કુંજૂના ઘરે પહોંચ્યું હતું, પરંતુ તેમના પરિવાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું કે, તે હોસ્પિટલમાં દાખલ છે. વિજિલેન્સે કથિત રીતે મહિલા પોલીસ અધિકારીઓ પાસેથી ઘરની તપાસ માટે મદદ માગી છે.