- આઇએનએક્સ મીડિયા ડીલ કેસની સુનાવણી 4 મેના રોજ થશે
- જજ કોરોના સંક્રમિત થયા સુનવણીની તારીખ લંબાવાઇ
- પીટર મુખર્જીની અરજી પર સુનાવણી આગાતી તારીખે
નવી દિલ્હી: આઇએનએક્સ મીડિયા ડીલ કેસમાં પૂર્વ મંત્રી પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા. આ કેસની આગામી સુનાવણી 4 મેના રોજ હાથ ધરવામાં આવશે.
પીટર મુખર્જીની સુનવણી આવતી તારીખે
જે સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન કોર્ટના વાચકે જણાવ્યું હતું કે જજ એમ.કે નાગપાલ કોરોનાથી સંક્રમિત છે. વાચકે તમામ આરોપીઓની હાજરી નોંધી હતી. આ કેસના એક આરોપી પીટર મુખર્જીને મળેલા વચગાળાના જામીનને પણ સુનાવણીની આગામી તારીખ સુધી વધારવામાં આવી છે. 7 એપ્રિલના રોજ પીટર મુખર્જીએ જામીન અરજી કરી હતી. 24 માર્ચે કોર્ટે પી ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ સહિત આઠ આરોપીઓને સમન્સ ઇશ્યુ કર્યું હતું.
આ પણ વાંચો : Exclusive: પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ સાથે Etv Bharatની ખાસ વાતચીત
કઇ-કઇ કલમો લગાવવામાં આવી
24 માર્ચે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અંગે કોર્ટે સંજ્ઞાન લીધું હતું. કોર્ટે મની લોન્ડરિંગ એક્ટની કલમ 3 અને 70 હેઠળ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટનું પણ સંજ્ઞાન લીધું હતું. આ કેસમાં CBIએ 15 મે 2017ના રોજ એફઆઈઆર નોંધી હતી. ત્યાર બાદ, ઇડીએ 18 મે 2017ના રોજ એફઆઈઆર દાખલ કરી હતી. CBIએ ભારતીય દંડ સંહિતાની કલમ 120 B, 420 અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 8, 12 (2) અને 13 (1) (D) હેઠળ આરોપો લગાવ્યા છે. આઇએનએક્સ મીડિયા ડિરેક્ટર ઈન્દ્રાણી મુખર્જી અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પીટર મુખર્જીની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. કાર્તિ ચિદમ્બરમે આરોપ મૂક્યો છે કે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) ની મંજૂરી મેળવવા માટે આઈએનએક્સ મીડિયા પાસેથી પૈસા વસૂલ્યા હતા.
આ પણ વાંચો : કૉર્ટની બહાર ચિદમ્બરમનું GDP મુદ્દે મંદ હાસ્ય, પંજો બતાવી મોદી સરકાર પર કર્યો કટાક્ષ
કોણ- કોણ છે આરોપી
આ કેસમાં જે આરોપી છે તેમાં પી ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, સુબ્રમણ્યમ ભાસ્કરન, મેસર્સ એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ સિંગાપોર લિમિટેડ, આઈએનએક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ એડવાન્ટેજ સ્ટ્રેટેજીયા એસ્પ્રિટિવા એસએલયુ, મેસર્સ ક્રિયા એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ નોર્થ સ્ટાર સોફ્ટવેર સોલ્યુશન્સ કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ છે.