નવી દિલ્હીઃ વિપક્ષ રાજકીય પાર્ટીએ (Opposition Political Parties) કોંગ્રેસના નેતા અને પૂર્વ રાજ્યપાલ માર્ગ્રેટ અલ્વાને (Margaret Alva Candidate of Vice President) ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વિપક્ષની બેઠક બાદ NCP પ્રમુખ શરદ પવારે (NCP Sharad Pawar) આ અંગે એલાન કર્યું હતું. હવે જગદીપ ધનખડ અને અલ્વા વચ્ચે સીધી ટક્કર યોજાશે. તારીખ 19 જુલાઈના રોજ અલ્વા પોતાનું નામાંકન (Vice President Nomination Form) ભરશે.તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તે પૂર્વ ગવર્નર પણ રહી ચૂક્યા છે. અલ્વાના સાસુ વાયોલેટ આલ્વા 1960ના દાયકામાં રાજ્યસભાના સ્પીકર હતા.
આ પણ વાંચોઃ શહીદ એ આલમ ભગતસિંહ, શરમ આવે છેઃ કુમાર વિશ્વાસનો સિમરનજીતને ટોણો
પવારે કર્યું એલાનઃ અલ્વાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારના નિવાસસ્થાને 17 વિરોધ પક્ષોના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. "અમે સર્વસંમતિથી માર્ગારેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદ માટે અમારા સંયુક્ત ઉમેદવાર તરીકે ઉભા કરવાનો નિર્ણય લીધો છે," પવારે બે કલાકની બેઠક બાદ જાહેરાત કરતાં કહ્યું છે.
19 પક્ષોની સંયુક્ત ઉમેદવારઃ "અમારો સામૂહિક મત એ છે કે આલ્વા મંગળવારે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર ભરશે." પવારે કહ્યું કે કુલ 17 પક્ષોએ સર્વસંમતિથી અલ્વાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે અને તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થનથી તે 19 પક્ષોના સંયુક્ત ઉમેદવાર હશે.
આ પણ વાંચોઃ મુસ્લિમ કારીગરોએ બનાવી અયોધ્યામાં રામ મંદિરના દરવાજાની ફ્રેમ, લાગે છે અદ્ભૂત
કોણ છે આલ્વાઃ આલ્વાનો જન્મ 24 મે 1942ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ બેંગ્લોરમાં કર્યો હતો. તેણે 1964માં નિરંજન આલ્વા સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી અને ત્રણ પુત્ર છે. માર્ગારેટ આલ્વાએ કાયદાનો અભ્યાસ કરીને વકીલ તરીકે પોતાની ઓળખ બનાવી છે.
શિવસેનાનું મુર્મુને સમર્થનઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ દ્વારા દ્રૌપદી મુર્મુની ઉમેદવારીની જાહેરાત થાય તે પહેલા જ વિરોધ પક્ષોએ યશવંત સિંહાને તેમના સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. આના કારણે શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) સહિત ઘણા બિન-ભાજપ પક્ષોએ પાછળથી સિંહાને બદલે મુર્મુને સમર્થન જાહેર કર્યું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેમના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. રવિવારે સાંજે તેમની ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. રાજસ્થાનના જાટ નેતા ધનખર રાજસ્થાન અને હરિયાણામાં ચૂંટણીના ગણિતને પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચોઃ ઈન્ડિગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ
5 વખત સાંસદઃ કોંગ્રેસે આલ્વાને 1975માં પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવ્યા. તેઓ 5 વખત સાંસદ રહી ચૂક્યા છે. 4 વખત રાજ્યસભા અને એક વાર લોકસભા માટે ચૂંટાયા. વર્ષ 1999માં તે લોકસભાના સભ્ય બન્યા. તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. આલ્વા એનડીએના ઉમેદવાર જગદીપ ધનખર સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સમયે ધનખર બંગાળના ગવર્નર છે. તે જાટ સમુદાયમાંથી આવે છે. ધનખર મૂળ રાજસ્થાનના છે.