ETV Bharat / bharat

તમિલનાડુના જંગમાં જૂના પક્ષો, પણ નેતાગીરી નવી - તામિલનાડુ

એઆઈએડીએમકે 10 વર્ષથી સત્તામાં છે એટલે તેણે આ વખતે શાસનવિરોધી અંસતોષનો સામનો કરવીને ચૂંટણી લડવાની છે. મુખ્ય વિપક્ષ ડીએમકે આ વખતે ફરીથી એક વાર સત્તામાં આવવા માટે મક્કમ બન્યો છે. બંને દ્વવિડ પક્ષો માટે આ વખતે કટોકટની લડાઈ છે. સામાજિક ન્યાયના માર્ગે ચાલનારા રાજ્ય માટે આ વખતની ચૂંટણીના પરિણામો મહત્ત્વના સાબિત થવાના છે.

તમિલનાડુના જંગમાં જૂના પક્ષો, પણ નેતાગીરી નવી

author img

By

Published : Feb 19, 2021, 10:16 AM IST

  • તમિલનાડુના જંગમાં જૂના પક્ષો
  • AIADMKને આ વખતે શાસનવિરોધી અંસતોષનો સામનો કરવીને ચૂંટણી લડવાની છે
  • DMK આ વખતે ફરી સત્તામાં આવવા મક્કમ બન્યો

ચેન્નઇ: જે જયલલિતાના અવસાન પછી બીજી હરોળના નેતામાંથી મુખ્ય પ્રધાન બનેલા પલાનીસ્વામી ચાર વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે અને હવે AIADMKના મુખ્ય ચહેરા તરીકે ઉપસ્યા છે. જાહેરખબરોનો મારો ચલાવીને પલાનીસ્વામીને મોટા ગજાના નેતા તરીકે પ્રસ્તૂત કરવા માટે મથામણ થઈ રહી છે, પણ તેમના માટે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની જીત અપાવવાનું કામ સહેલું નથી. સંગઠનની રીતે મજબૂત એવા DMK તરફથી પડકાર ઊભો થયો છે અને એન્ટી-ઇન્કમ્બન્સીનો સામનો કરવાનો છે.

બ્રિટિશ રાજ વખતના સેન્ટ જ્યોર્જ ફોર્ટમાં સરકાર બેસે છે, તેના પર કબજો કરવા માટે આ વખતે બંને પક્ષોની નવી નેતાગીરી મેદાનમાં છે. વર્ષો જૂના હરિફ પક્ષો – DMK અને AIADMK બંનેમાં આ વખતની ચૂંટણીમાં નવી જ નેતાગીરી છે. DMKના પ્રમુખ તરીકે સ્ટાલીન છે, જ્યારે સામા પક્ષે મુખ્ય પ્રધાન એડાપલ્લી કે. પલાનીસ્વામી (EPS) છે. આ ઉપરાંત ફિલ્મસ્ટાર કમલ હાસન પણ પરિવર્તનની માગ સાથે મેદાનમાં ઉતર્યા છે. 2021ની વિધાનસભાની ચૂંટણીઓ માટેની તારીખો જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે ત્યારે તામિલનાડુમાં અત્યારથી જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે.

આ વખતે DMKના મુથુવેલ કરૂણાનિધિ અને AIADMKના સર્વેસર્વા જયલલિતા જેવા દિગ્ગજોની ગેરહાજરીમાં પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે. તેનું મહત્ત્વ છે, પણ વધારે અગત્યનો મુદ્દો એ છે કે આ વખતે ભાજપ યેનકેનપ્રકારેણ તામિલનાડુમાં પગપેસારો કરવા માગે છે. તેના માટે શાસકપક્ષ AIADMKના ખભાનો ઉપયોગ થઈ રહ્યો છે. હિન્દુત્વની વિચારધારા ધરાવતા ભાજપ માટે એકલા હાથે એક પણ બેઠક તામિલનાડુમાં જીતવી મુશ્કેલ છે, કેમ કે તેના મતોની ટકાવારી ક્યારેય નગણ્ય 2%થી વધી નથી. આમ છતાં મહત્ત્વાકાંક્ષી ભાજપ ગમે તેમ કરીને પણ DMKને સત્તામાં આવતા રોકવા માગે છે અને તેને નબળો પાડવા માગે છે.

હિન્દુત્વના રથ પર સવાર ભાજપ માટે છે કે દ્વવિડવાદી પક્ષોને ઢીલા પાડીને અને તેને તોડી પાડીને જ પોતાની વિચારધારાનો પ્રવેશ તામિલનાડુમાં કરી શકાય તેમ છે.

મુખ્ય સ્પર્ધકો:

ભાજપ સિવાય ત્રણ ચાર પક્ષો અને તેના નેતાઓ આ વખતે મેદાનમાં છે. પ્રથમ છે DMKના પ્રમુખ એમ. કે. સ્ટાલીન, જે ગયા વખતે થોડી બેઠકો ખાતર મુખ્ય પ્રધાન બનતા રહી ગયા હતા. 2016ની ચૂંટણીમાં AIADMK અને DMK વચ્ચે મતોની ટકાવારીનો ફરક માત્ર 1.1% જેટલો જ હતો.

જોકે ત્યારબાદ 2019માં આવેલી લોકસભાની ચૂંટણીમાં DMK અને સાથી પક્ષોએ સપાટો બોલાવી દીધો હતો અને 39માંથી 38 બેઠકો જીતી લીધી હતી. DMKના મતોની ટકાવારી વધીને 52.39 ટકા થઈ ગઈ હતી, જ્યારે AIADMK માટેનું સમર્થન ઘટીને માત્ર 31.26% જેટલું રહી ગયું હતું. લોક સમર્થન ગુમાવીને AIADMK પક્ષે માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

67 વર્ષના સ્ટાલીન સામે 66 વર્ષના મુખ્ય પ્રધાન પલાનીસ્વામી મુખ્ય ચહેરો છે. ત્રીજા નેતા છે મક્કાલ નીધી મૈયમ (MNM)ના સ્થાપક અને ફિલ્મસ્ટાર કમલ હાસન, જેઓ પણ 66 વર્ષના છે. આ રીતે ત્રણેય વૃદ્ધો લડાઈમાં સેનાપતિ બન્યા છે.

પલાનીસ્વામીની તસવીર સાથે “વિજયી તામિલનાડુ” એવું સ્લોગન AIADMK તરફથી અપનાવાયું છે.
સત્તા સ્થાને બેઠા હોવાનો ફાયદો AIADMKને મળી રહ્યો છે અને તે સરકારી તંત્રનો ભરપુર ઉપયોગ કરી રહ્યો છે. DMK તરફથી 'સ્ટાલિન નવા ઉજાસ તરફ' સૂત્ર અપાયું છે. તેની સામે કમલ હાસન 'ભ્રષ્ટાચાર નાબુદી'નો મુદ્દો લઈને મેદાનમાં છે. લોકસભા ચૂંટણી વખતે તેમના પક્ષને 5% જેટલા મતો મળ્યા હતા. તેના કારણે આ ફિલ્મસ્ટાર કોને નડી જાય છે તે જોવાનું રહ્યું.

ભાજપ સૌથી વધુ આધાર રાખીને બેઠો હતો રજનીકાંત પર, પણ ફિલ્મમાં લડાયક પાત્રો ભજવતા સુપરસ્ટારે છેલ્લી ઘડીએ મેદાનમાંથી હટી જવાનો નિર્ણય કર્યો. તેના કારણે ભગવા છાવણીમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. “વ્યવસ્થા પરિવર્તન”ના નારા સાથે ખાંડાં ખખડાવી રહેલા રજનીકાંત છેલ્લી ઘડીએ તબિયતના બહાને બેસી ગયા છે.

આ બાજુ ચાર વર્ષ પછી જેલમાંથી છુટેલા વી. કે. શશિકલા મેદાનમાં ઉતરી પડ્યા છે અને AIADMKના ગઢના કાંગરા ખેરવવાની તૈયારીમાં છે. જયલલિતા સાથે આવકથી વધુ મિલકતોનો કેસ થયો, તેમાં શશિકલા પણ આરોપી હતા અને ચાર વર્ષની કેદ થઈ હતી. બેંગાલુરુની જેલમાંથી છુટીને રેલીઓ સાથે શશિકલાએ તામિલનાડુમાં પ્રવેશ કર્યો છે, ત્યારે પક્ષના કેટલાક કાર્યકરો પણ આવકારમાં જોડાયા તેના કારણે AIADMK મૂઝવણમાં છે.

ઘણા લોકો શશિકલાને બહુ મહત્ત્વ નથી આપતા, પણ એ યાદ રાખવું પડે કે જયલલિતાના રાજમાં શશિકલાના હાથમાં સત્તાની ચાવીઓ હતી. ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો ઇરાદો તેમણે સ્પષ્ટ કરી દીધો છે. ભાજપના કેટલાક નેતાઓ સમાધાન કરીને શશિકલાને પણ AIADMKમાં સામેલ કરી દેવા માટેની સલાહ આપી રહ્યા છે. જોકે મુખ્ય પ્રધાન અને કેટલાક પ્રધાનો શશિકલાને સાથે લેવા તૈયાર નથી, જ્યારે ઘણા નેતાઓ આ બાબતમાં મૌન જાળવીને બેઠા છે.

તામિલનાડુની વર્તમાન સ્થિતિ:

તામિલનાડુમાં ચૂંટણીઓમાં નાણાંની રેલમછેલ થતી હોય છે. 2003માં જયલલિતા સેથાનકુલમમાંથી જીત્યા હતા ત્યાં અને પેટાચૂંટણીમાં થિરુમંગલમમાં DMK બાજી મારી ગયો, તે બંને ચૂંટણીઓમાં મતદારોને ખુલ્લેઆમ લાંચ અપાતી રહી હતી. 2017માં જયલલિતાના અવસાન પછી આર. કે. નગરમાં પેચટાચૂંટણી આવી ત્યારે શશિકલાના ભત્રીજા અને AIADMKમાંથી છુટા પડેલા AMMKના મહામંત્રી ટીટીવી દિનાકરણ ચૂંટણી લડ્યા હતા. તે વખતે પણ મતદારોમાં રૂપિયાની નોટોની રેલમછેલ થઈ હતી.

રાજ્યની કુલ 234 બેઠકો છે અને તેમાંથી 16 વિધાનસભા બેઠકો પાટનગર ચેન્નઇની આસપાસ આવેલી છે. હાલમાં વિધાનસભામાં કયા પક્ષ પાસે કેટલી બેઠકો છે તે જોઈએ: AIADMK: 123 અને સ્પીકર, DMK: 97, કોંગ્રેસ: 7, આઈયુએમએલ: 1, અપક્ષ: 1 (દિનાકરણ) અને નિમાયેલા 1 ઍંગ્લો ઇન્ડિયન.

તામિલનાડુમાં કુલ 6.26 કરોડ મતદારો છે, જેમાંથી 3.18 સ્ત્રી મતદારો છે. 18-19 વર્ષના પ્રથમ વાર નોંધાયેલા મતદારોની સંખ્યા 13.09 લાખ છે. 29 વર્ષ સુધીના યુવા મતદારોની ગણતરી કરીએ તો તેમની સંખ્યા 1.23 કરોડ જેટલી છે. એથી આ વખતે યુવા મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે.

ગઠબંધનો:

તામિલનાડુના રાજકારણમાં હંમેશા ગઠબંધનો અગત્યના સાબિત થતા રહ્યા છે. DMK સાથે સેક્યુલર પક્ષો જોડાયેલા છે, જેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો CPI(M) અને CPI, દલિત પક્ષ વિદુથલાઈ ચિરુથૈગલ કાત્ચી (VCK), વૈકોનો MDMK અને IUML સહિતના પક્ષો છે. AIADMK એનડીએ ગઠબંધનમાં છે, જેમાં ભાજપ, ઓબીસી વન્નીયારના પક્ષ PMK, વિજયકાંતનો પક્ષ DMDK અને જી. કે. વાસનના પક્ષ તમિળ માનિલા કોંગ્રેસ (TMC)નો સમાવેશ થાય છે.

જોકે ભાજપ સાથેનું ગઠબંધન AIADMK માટે ગળામાં ઘંટીના પૈંડા જેવું બોજ સમાન બની રહ્યું છે. ભાજપ કોમવાદી અને ઉત્તર ભારતનો પક્ષ છે એમ કહીને ઘણા નેતાઓ ભાજપ સાથેના જોડાણનો વિરોધ કરે છે. ભાજપના કારણે લઘુમતીના મતો ગુમાવવાની ચિંતા પણ તેમને છે. અંદાજે 110 બેઠકોમાં લઘુમતીના મતો પરિણામમાં ફેર પાડી શકે છે. જોકે આટલા વર્ષોથી ભાજપ સાથે સરકાર કામ કરતી રહી છે એટલે હવે તેનો સાથ છોડી દેવાનો કોઈ અર્થ રહેતો નથી. બીજી બાજુ DMKનું ગઠબંધન મજબૂત છે અને લોકસભા વખતથી સાથે મળીને કામ કરી રહ્યું છે.

બધા જ પક્ષોમાં હાલમાં DMKમાં સૌથી વધુ થનગનાટ જોવા મળી રહ્યો છે, કેમ કે તેની પાસે જોરદાર વક્તાઓ પણ છે અને પ્રચારમાં લાગી ગયા છે. વૈકો અને VCKના થિરુમાવલાવન ઉપરાંત DMKના પોતાના નેતાઓ, કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાનો એ. રાજા, કનિમોઝી, ત્રિચી સિવા વગેરે છે. દ્વવિડ ભૂમિ પર જોરદાર વક્તાઓ વિના ચૂંટણીનો માહોલ જામતો નથી. આ વખતે પણ તામિલનાડુમાં આ બાબતમાં નિરાશા જોવા નહિ મળે, કેમ કે પ્રચારની ગરમી જગાવી શકે તેવા અનેક નેતાઓ છે.

-એમ. સી. રાજન, બ્યૂરો ચીફ, ચેન્નઇ, ઈટીવી ભારત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.