ETV Bharat / bharat

મહારાષ્ટ્રના પાલઘર કાંઠા નજીક ચક્રવાતગ્રસ્ત બાર્જમાંથી તેલનું લીકેજ - મહારાષ્ટ્રના પાલઘર

શનિવારે મહારાષ્ટ્રના પાલઘર કાંઠે આવેલા બાર્જ ગાલ કન્સ્ટ્રક્ટર પાસેથી તેલનું લીકેજ થતા જોવા મળ્યું છે. આ સંદર્ભે, પાલઘર જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું કે, મુંબઇ નજીક વદરાયી કાંઠે આવેલા બાર્જથી તેલનું લીકેજ થયું છે.

maharashtra
maharashtra
author img

By

Published : May 30, 2021, 10:19 AM IST

  • મહારાષ્ટ્રના પાલઘર કાંઠા નજીક ચક્રવાતગ્રસ્ત બાર્જમાંથી તેલનું લીકેજ
  • બાર્જ પર ફસાયેલા ઓછામાં ઓછા 137 માછીમારોને બહાર કાઢવામાં આવ્યા હતા
  • લીકેજ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

મુંબઇ: મહારાષ્ટ્રના પાલઘર કાંઠે આવેલા બાર્જ 'ગાલ કન્સ્ટ્રક્ટર' પરથી શનિવારે તેલનું લીકેજ થતા જોવા મળ્યુ છે. મેના મધ્યમાં આવેલા ચક્રવાતના લીધે ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે આ જહાજ દરિયામાં અટવાઈ ગયું હતું. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

આ પણ વાંચો: શ્રીલંકાના તેલ ટેન્કરમાં ભિષણ આગ, 24 લોકો લાપતા

બાર્જ પર ફસાયેલા ઓછામાં ઓછા 137 માછીમારોને બહાર કાઢવામાં આવ્યા હતા

ચક્રવાત બાદ બાર્જ પર ફસાયેલા ઓછામાં ઓછા 137 માછીમારોને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, જહાજ દરિયામાં જ ફસાઈ ગયું હતું. કોસ્ટગાર્ડે કહ્યું છે કે, 50 મીટર વિસ્તારમાં તેલ ફેલાઈ ગયું છે અને તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ લીકેજ કાંઠા સુધી પહોંચ્યું નથી.

આ પણ વાંચો: શ્રીલંકામાં તેલ ટેન્કરમાં લાગી હતી આગ, આગ હજી પણ બેકાબૂ

લીકેજ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

પાલઘર જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, મુંબઇ નજીક વદરાયી કિનારે નજીકથી તેલનું લીકેજ થયું છે. તેમણે કહ્યું કે કોસ્ટ ગાર્ડના જવાનો અને મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ અને એક ઓઇલ કંપની સ્થળ પર છે અને લીકેજ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે 'ગાલ કન્સ્ટ્રક્ટર'માં 78 કિલો લિટર હાઇ ફ્લેશ હાઇ સ્પીડ ડીઝલ (HFHSD) હતું, પરંતુ તેના પર ક્રૂડ તેલ નહોંતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.