ETV Bharat / bharat

ભારતીય શેરમાર્કેટમાં ઉતાર ચઢાવ વચ્ચે NSE Nifty 21,000 અને BSE Sensex 70,000 પાર

ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. આજે દિવસ દરમિયાન શેરમાર્કેટમાં સતત ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 103 પોઈન્ટના સુધારા સાથે 69,928 ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty પણ 0.13 ટકાના વધારા સાથે 20,997 ના મથાળે બંધ થયો હતો.

ભારતીય શેરમાર્કેટમાં ઉતાર ચઢાવ
ભારતીય શેરમાર્કેટમાં ઉતાર ચઢાવ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 4:39 PM IST

મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 103 પોઈન્ટના સુધારા સાથે 69,928 ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે NSE Nifty પણ 0.13 ટકાના વધારા સાથે 20,997 ના મથાળે બંધ થયો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન UPL, અલ્ટ્રા ટેક સિમેન્ટ, ONGC, અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. ડૉ. રેડ્ડી, બીપીસીએલ, સિપ્લા, એક્સિસ બેંકમાં ઘટાડા સાથે વેપાર થયો છે.

BSE Sensex : આજે 11 ડિસેમ્બર સોમવારના રોજ BSE Sensex ગતરોજના 69,826 બંધની સામે 100 પોઈન્ટ વધીને 69,926 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે 69,782 પોઈન્ટ ડાઉન અને 70,058 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex પ્રથમ ઉચકાયા બાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. DII ના ટેકારુપી બાઈંગ સાથે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 103 પોઈન્ટ વધીને 69,928 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.15 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 28 પોઈન્ટ (0.13 %) વધીને 20,997 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 20,965 ના મથાળે સપાટ ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 20,923 પોઈન્ટ સુધી ડાઉન અને 20,997 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ સતત ઉપર નીચે થતો રહ્યો હતો.

BSE Sensex 70,000 પાર : BSE બેન્ચમાર્ક સેન્સેક્સ નવી ઊંચાઈએ પહોંચ્યો હતો અને પ્રથમ વખત 70,000નો આંકડો પાર કર્યો હતો. બેન્ક શેરોએ 30-પેક ઇન્ડેક્સમાં વધારો કર્યો હતો. આજના સેશનમાં નિફ્ટી પણ તેની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો અને 21,000ની ઉપર ટ્રેડ થયો હતો. વ્યાપક બજાર સૂચકાંકો બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સને આઉટપરફોર્મ કરવામાં સફળ રહ્યા.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1283 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 886 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, લાર્સન, ICICI બેંક અને ભારતી એરટેલના સ્ટોક રહ્યા હતા. સેક્ટર મુજબ ફાર્મા સિવાયના તમામ સૂચકાંકો ઊંચા સ્તરે ટ્રેડ થયા અને મીડિયા, PSU બેંક સૂચકાંકો આગળ રહ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યા હતા.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ (3.04 %), નેસ્લે (1.30 %), પાવર ગ્રીડ કોર્પો (1.05 %), ટાટા મોટર્સ (0.85 %) અને ઇન્ડસઇન્ડ બેંક (0.82 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં એમ એન્ડ એમ (-1.22 %), એક્સિસ બેંક (-1.04 %), એશિયન પેઇન્ટ્સ (-0.96 %), એચયુએલ (-0.81 %) અને બજાજ ફિનસર્વ (-0.48 %)નો સમાવેશ થાય છે.

  1. ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને ખુલ્યો
  2. કેનેડા સરકારે 23 વર્ષ પછી ફી બમણી કરી, ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.