ન્યૂઝ ડેસ્ક: કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં દરેક તરફ માર્બલ લાગેલા છે. જેના કારણે દર્શનાર્થીઓને ઠંડીના સમયે ઉઘાડા પગે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ખાદી ગ્રામોદ્યોગ એક ખાસ ચંપલ (Special slippers for Vishwanath temple Varanasi) બનાવી છે. જેને પહેરીને દર્શનાર્થીઓ દર્શન કરી શકશે અમે ધાર્મિક માન્યતાઓનું ઉલ્લંઘન પણ નહીં થાય. આ ખાસ ચંપલમાં કાગળ અને જ્યૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો શ્રદ્ધાળુ ઇચ્છે તો તો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દઈ શકે છે અથવા જો આ ચંપલને પાણીથી દૂર રાખવામાં આવે તો તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાશે. આ ચંપલનો ઉપયોગ લોકો પોતાના ઘરના પૂજા ઘર માટે પણ કરી શકશે. આ આપણા પર્યાવરણ માટે પણ ફાયદાકારક થશે.
સામાન્ય કિંમતે વેચાઇ રહ્યાં છે ચંપલ
અત્યારે તો આ ચંપલ મંદિર પરીસરથી થોડે દૂર ગ્રામીણ ઉદ્યોગની દુકાન પર ઉપલબ્ધ છે. થોડા સમય બાદ મંદિર પરિસરમાં પણ આ ચંપલ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. દુકાન સંચાલકના જણાવ્યા અનુસાર દરરોજ 10 - 15 જોડ ચંપલ વેચાઇ રહી છે. તમામ દર્શનાર્થી ખરીદી શકે તે માટે તેની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે.
આ પણ વાંચો: covaxin postal stamp: રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રએ ટપાલ ટિકિટ બહાર પાડી
આ પણ વાંચો: દુનિયાને સૌથી વધુ બચ્ચા આપનાર ભારતીય વાઘણનું 16 વર્ષની ઉંમરે મોત