ETV Bharat / bharat

Delhi Violence અંગેની અરજી સંદર્ભે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલિસને નોટિસ ફટકારી

દિલ્હી રમખાણો સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. હકીકતમાં દિલ્હી પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના એફઆઈઆર નોંધવાના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Delhi Violence અંગેની અરજી સંદર્ભે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલિસને નોટિસ ફટકારી
Delhi Violence અંગેની અરજી સંદર્ભે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલિસને નોટિસ ફટકારી
author img

By

Published : Jul 28, 2021, 2:33 PM IST

  • દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલિસને નોટિસ ફટકારી
  • દિલ્હી રમખાણો અંગેની અરજી સંદર્ભે નોટિસ ફટકારી
  • દિલ્હી હાઈકોર્ટે તપાસમાં લાપરવાહી વર્તાઈ હોવાની નોંધ લીધી

નવી દિલ્હીઃ ગત 14 જુલાઇએ કડકડડૂમા કોર્ટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની એફઆઈઆર નોંધવા વિરુદ્ધની દિલ્હી પોલીસની અરજી નામંજૂર કરી દીધી હતી એટલું જ નહીં કોર્ટે દિલ્હી પોલીસને ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે રમખાણોની તપાસમાં બેદરકારી દાખવવામાં આવી કોર્ટે ભજનપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ-SHO ને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે પોલીસ કમિશનરને મોકલવાની અને કાર્યવાહી કરવા આદેશની નકલ મોકલવાનો હુકમ પણ કરાયો હતો.

ઓક્ટોબર 2020 તોફાનોમાં ગોળી વાગી હતી

ઓક્ટોબર 2020માં, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે દિલ્હી પોલીસને મોહમ્મદ નાસિરની ફરિયાદ પર 24 કલાકની અંદર એફઆઈઆર ( FIR ) નોંધવાનો આદેશ આપ્યો હતો. નાસિરે 19 માર્ચ 2020 એ પોલિસ ફરિયાદ કરી હતી કે 24 ફેબ્રુઆરી 2020ના રોજ તેમના પર ગોળીબાર કરાયું હતું જેમાં તેમની જમણી આંખમાં ગોળી વાગી હતી. નાસિરે પોતાની ફરિયાદમાં નરેશ ત્યાગી, સુભાષ ત્યાગી, ઉત્તમ ત્યાગી, સુશીલ નરેશ ગૌર અને અન્ય લોકોને આરોપી બનાવ્યાં હતાં. પરંતુ પોલિસે કોઇ એફઆઈઆર દાખલ ન કરી અને સેશન્સ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હી તોફાન દરમિયાન બે આરોપીઓની હત્યા માટે થયેલા ષડયંત્રનો પર્દાફાશ

આ પણ વાંચોઃ દિલ્હી રમખાણ કેસ : ચાર્જશીટમાં યેચુરૂ, યોગેન્દ્ર યાદવ, અપૂર્વાનંદ જેવા મોટા નામ સામેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.