કસરાગોડ: કસરાગોડમાં (kasragod of kerala)હાઇવે પહોળા કરવાના કામના ભાગરૂપે જ્યારે બસ વેઇટિંગ શેડ (mobile bus waiting shed)તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે શાળાના બાળકો સહિત મુસાફરોને (traveller)કઠોર તડકો અથવા વરસાદ સહન કરીને ખુલ્લામાં બસની રાહ જોવાની ફરજ પડી હતી. જ્યારે પેરિયાના યુવાનોના એક જૂથના (youth group of periya village)ધ્યાન પર આ વાત આવી, ત્યારે મોબાઇલ બસ વેઇટિંગ શેડ બનાવવાનો તેઓએ એક અનોખો વિચાર રજૂ કર્યો.
મોબાઈલ બસ વેઈટિંગ શેડ: ત્યારબાદ તેઓએ આ વિસ્તારના વેપારીઓ અને સામાજિક સંસ્થાઓનો સંપર્ક કરીને ફંડ એકઠું કર્યું અને મોબાઈલ બસ વેઈટિંગ શેડ (mobile bus waiting shed) બનાવ્યો. આ શેડને માત્ર મોટરબાઈક પર હૂક કરીને કોઈપણ જગ્યાએ ખસેડી શકાય છે. મુસાફરોની માંગ અને ધસારાના આધારે બસ શેડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. બસની રાહ જોતી વખતે મુસાફરોને બેસવા માટે તેમાં બેઠકો પણ છે.