ચંદીગઢ: પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુનું પહેલું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં સિદ્ધુએ કહ્યું છે કે હું ના હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી શકુ, ના ગેરમાર્ગે દોરાવા દઉં. ન્યાય માટે લડાઈ લડવા માટે પંજાબના લોકોની જિંદગીને સારી કરવા માટે કોઈપણ ચીજનું બલિદાન હું આપીશ. આ માટે મારે કંઈ વિચારવાની જરૂર નથી. સાથે જ સિદ્ધુએ કહ્યું કે, મારી 17 વર્ષની રાજકીય સફર એક ઉદ્દેશ માટે રહી છે. તેમણે કહ્યું કે, પંજાબના લોકોની જિંદગીને સારી કરવા અને મુદ્દાની રાજનીતિ પર સ્ટેન્ડ લેવા માટે ઉભા રહેવું એ જ મારો ધર્મ છે. મારી આ જ સુધી કોઈ સાથે વ્યક્તિગત લડાઈ નથી રહી.
-
हक़-सच की लड़ाई आखिरी दम तक लड़ता रहूंगा … pic.twitter.com/LWnBF8JQxu
— Navjot Singh Sidhu (@sherryontopp) September 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">हक़-सच की लड़ाई आखिरी दम तक लड़ता रहूंगा … pic.twitter.com/LWnBF8JQxu
— Navjot Singh Sidhu (@sherryontopp) September 29, 2021हक़-सच की लड़ाई आखिरी दम तक लड़ता रहूंगा … pic.twitter.com/LWnBF8JQxu
— Navjot Singh Sidhu (@sherryontopp) September 29, 2021
રઝિયા સુલ્તાનાએ પણ આપ્યું રાજીનામું
ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ મંગળવારના કૉંગ્રેસના પંજાબ યુનિટના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. તો સિદ્ધુના રાજીનામાના કેટલાક કલાક બાદ જ ચરણજીત સિંહ ચન્નીના 18 સભ્યોના મંત્રીમંડળમાં સામેલ રઝિયા સુલ્તાનાએ પણ પૂર્વ ક્રિકેટરની સાથે એકતા દર્શાવતા પોતાનું રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત પંજાબ કૉંગ્રેસના મહાસચિવ યોગિન્દર ઢીંગરા અને ખજાનચી ગુલઝાર ઇંદર ચહલે પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું.
જુલાઈમાં પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું
રાજ્યના નવા મંત્રી પરિષદના સભ્યોને વિભાગોની વહેંચણીના તરત બાદ સિદ્ધુ (57)એ પદ છોડી દીધું. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં સિદ્ધુએ કહ્યું છે કે, પાર્ટીની સેવા કરવાનું ચાલું રાખીશ. સિદ્ધુએ અમરિંદર સિંહની સાથે નેતૃત્વને લઇને ખેંચતાણની વચ્ચે આ વર્ષે જુલાઈમાં પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. અમરિંદર સિંહે 10 દિવસ પહલા પાર્ટી હાઇકમાન્ડ પર ખુદને અપમાનિત કરાયા હોવાનો આરોપ લગાવતા મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું.
સિદ્ધુ નારાજ થયા તેનું કારણ શું?
સિદ્ધુએ એ ના જણાવ્યું કે, તેમણે રાજીનામું કેમ ના આપ્યું. પાર્ટીની અંદર નવા મુખ્યપ્રધાન દ્વારા ઉપ-મુખ્યપ્રધાન સુખજિંદર સિંહ રંધાવાને ગૃહવિભાગ ફાળવવા માટે નવા કાર્યકારી પોલીસ પ્રમુખ અને રાજ્યના સોલિસિટર જનરલની નિયુક્તિ પર તેમની નારાજગી માનવામાં આવી રહી છે.
સોનિયા ગાંધીને સિદ્ધુએ લખ્યો હતો પત્ર
સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પોતાના પત્રમાં કહ્યું કે, કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પડતી સમજૂતીથી શરૂ થાય છે, હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડાને લઇને કોઈ સમજૂતી ના કરી શકું. તેમણે લખ્યું કે, આ કારણે હું પંજાબ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું. કૉંગ્રેસની સેવા કરવાનું ચાલું રાખીશ.
કેપ્ટને સિદ્ધુને ગણાવ્યા હતા 'ખતરનાક' અને 'રાષ્ટ્રવિરોધી'
તો પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહે પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ પાર્ટી નેતૃત્વ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેમણે પહેલા જ જણાવી દીધું હતું કે સિદ્ધુ સ્થિર નથી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મેં તમને કહ્યું હતું કે, તેઓ સ્થિર નથી અને સરહદી રાજ્ય પંજાબ માટે તે યોગ્ય નથી. અમરિંદર સિંહે સિદ્ધુને ખતરનાક અને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા.
આ પણ જુઓ: Punjab Crisis: સિદ્ધુના રાજીનામાને કારણે પંજાબ કોંગ્રેસમાં હંગામો, મુખ્યપ્રધાન ચન્નીએ બેઠક બોલાવી
આ પણ જુઓ: નવજોત સિંહ સિદ્ધૂએ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, સોનિયા ગાંધીને લખ્યો પત્ર