થ્રિસુર: હૈદરાબાદમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ETV ભારત કેરળ ડેસ્કના કન્ટેન્ટ એડિટર નિવેદિતા સૂરજ (26)ના અંતિમ સંસ્કાર (Nivedita Sooraj funeral) કરવામાં આવ્યા છે. આજે (20.11.22) સવારે 10:30 વાગ્યે, અંતિમ સંસ્કાર તેમના વતન વિરુતિપારમ્બિલ હાઉસ, ઇરિંગલાકુડા થ્રિસુર જિલ્લામાં કરવામાં આવ્યા હતા. ભાઈ શિવપ્રસાદે ચિતા પ્રગટાવી હતી.
અંતિમ સંસ્કારમાં સંબંધીઓ, મિત્રો અને સહકાર્યકરોએ હાજરી આપી હતી. ETV ભારત વતી કેરળ રાજ્યના વડા કે પ્રવીણ કુમાર અને કેરળ યુનિયન ઑફ વર્કિંગ જર્નાલિસ્ટ વતી રાજ્ય પ્રમુખ એમ.વી. વિનીતાએ અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
હૈદરાબાદ કાર અકસ્માતમાં મૃત્યુઃ ગઈકાલે સવારે (19.11.22) હૈદરાબાદ નજીક હયાત નગરમાં નિવેદિતા સૂરજનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નિવેદિતા સવારે લગભગ 5 વાગે ઓફિસ જવા માટે તેના ઘરેથી રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે એલબી નગર બાજુથી આવતી કારે તેને ટક્કર મારી હતી. નિવેદિતા સૂરજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક તુરંત ફરાર થઈ ગયો હતો. ટક્કર મારતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને વિરુદ્ધ દિશામાં ફસાઈ ગઈ હતી. પોલીસે કાર કબજે લીધી હતી. હયાત નગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.