પટનાઃ છેલ્લાં કેટલાક સમયથી ભાજપના ઘણા ટોચના નેતાઓ સતત દાવો કરી રહ્યા છે કે, બહુ જલ્દી નીતીશ કુમાર પોતાનો પક્ષ બદલી લેશે. ભાજપ સાથે નીતીશકુમાર સંપર્કમાં હોવાની અટકળો પણ ચાલી રહી છે. દરમિયાન, મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી, મોતિહારીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેલાં નીતીશ કુમારે કરેલા સંબોધનથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આપને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાર્યક્રમ અધ્યક્ષતામાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી, મોતિહારીમા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આજ સમારોહ કાર્યક્રમમાં નીતિશ કુમારે પોતાના સંબોધનમાંં દરમિયાન નિવેદન આપ્યું છે.
નીતીશે નરેન્દ્ર મોદીના કર્યા વખાણ: દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે નીતીશ કુમારે કહ્યું કે, 2007માં કેન્દ્ર સરકારે ઘણા રાજ્યોમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો અને જમીન આપવાની પણ વાત કરી હતી. વર્ષ 2009માં કેન્દ્ર સરકારે કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ પસાર કર્યો હતો. દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમે બિહારને પણ જમીન આપીશું અને તેમણે તેમનું વચન પૂરું કર્યું. અમે કહ્યું કે, તમે બિહારમાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવાનું નક્કી કર્યું છે, આ માટે હું આપનો આભાર માનું છું.
પીએમના કામથી નીતીશ ખુશ: 'અમે જ્યાં સુધી જીવતા રહીશું, સન્માન કરતા રહીશું. અમે કીધું હતું ચંપારણમાં બનાવો. મહાત્મા ગાંધી અહીં આવ્યાં બતાં અને ખુબ મોટું અભિયાન ચલાવ્યું હતું. મહાત્મા ગાંધીએ ચંપારણમાં ઘણું બધું કર્યુ છે. પૂર્વી પશ્ચિમી ચંપારણથી અમારૂં સન્માન છે. 2014માં મંજુરી આપવામાં આવી અને 2016માં અહીં કામ શરૂ થઈ ગયું. જેની મને ખુબ ખુશી છે'.
નીતીશે કોંગ્રેસને વખોડી: નીતીશ કુમારે મંચ પરથી કોંગ્રેસને વખોડી હતી. તેમણે કહ્યું હતું કે,ચંપારણને રાષ્ટ્રીય સ્તર પર મહત્વ આપવું જોઈએ. તેમણે મહત્વ આપવા માટે નરેન્દ્ર મોદીનો મંચ પરથી આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, જ્યાં સુધી જીવીશ, ત્યાં સુધી તેમનું સન્માન કરીશ. નીતીશકુમારે કોંગ્રેસ પર શાબ્દિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, અમે પહેલાં કોંગ્રેસ પાસેથી પણ જમીનની માંગ કરી હતી તો કહેવામાં આવ્યું હતું કે, ચંપારણમાં નહીં થઈ શકે. કહેવામાં આવ્યું કે, ત્યાં યોગ્ય નથી. ત્યારે નીતીશે કહ્યું કે, આપ લોકો (કોંગ્રેસ)ના નેતા છો અને તેમને (મહાત્મા ગાંધી)ને ભૂલી રહ્યાં છો. અમે કહ્યું પણ હતું કે એકને બદલે બે યુનિવર્સિટી બનાવી આપો ગયા અને ચંપારણમાં.
'બાપુની ભૂમિ પરથી મે અભિયાન ચલાવ્યું': નીતીશ કુમારે વધુમાં કહ્યું કે હું તો ઘણા સમયથી ચંપારણમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની માંગ કરી રહ્યો હતો. 2005 માં અમે સૌ પ્રથમ અહીંથી જ અભિયાન શરૂ કર્યું હતું અને અમને વિજય મળ્યો હતો. બાપુએ ચંપારણમાં કેટલું મોટું અભિયાન શરૂ કર્યું હતું, માટે રાષ્ટ્રીય સ્તરે તેને મહત્વ આપવું જોઈએ. નીતીશ કુમારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મંચ પરથી કહ્યું કે હવે ફરી વખત તમે આવશો ત્યારે અમે આપને બતાવીશું કે બાપુએ કેટલી શાળાઓ ખોલી છે. અમે તો નાનપણથી જ બધુ જાણતા હતાં માટે મારી ઈચ્છા અહીં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની હતી.