- દેશમાં પેટ્રોલનો વિકલ્પ ઈથેનોલ
- કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીઅએ આ વિશે જણાવ્યું
- પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે
નાગપૂર : કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ દેશભરમાં પેટ્રોલિયમ પદાર્થોના વધતા ભાવની વચ્ચે સોમવારે એક મોટુ નિવેદન આપ્યું છે. ગડકરીએ કહ્યું છે કે જલ્દી જ પેટ્રોલ પંમ્પ પર ઈથેનોલની સુવિધા ઉભી કરવામાં આવશે. જેના ભાવ પેટ્રોલના ભાવ કરતા ઓછા હશે.
ગ્રાહકને મળશે પેટ્રોલનો વિકલ્પ
નિતીન ગડકરીએ આ વાત દેશના પહેલા વાણિજ્ય તરલ પ્રાકૃતિક ગેસ (LNG) ફિંલીગ સ્ટેશનનુ ઉદ્ઘાટન (Country's first commercial Liquefied Natural Gas (LNG) filling station inaugurated in Nagpur) પર કહી હતી. ગડકરીએ કહ્યું કે LNG,CNG અને ઈથેનોલ જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગથી પટ્રોલના વધતા ભાવથી રહાત મળશે. અમે આવનાર દિવસોમાં આ સુવિધા આપીશું, જેનાથી દરેકને પેટ્રોલ પંપ પર ઈથેનોલ મળી શકે. પેટ્રોલ જ્યારે 100 રૂપિયા છે ત્યારે ઈથેનોલ 60-65 રૂપિયા લીટર મળશે. આથી પ્રદુષણમાં પણ ઘટાડો થશે.
આ પણ વાંચો : દેશમાં કોરોના રસીના ઉત્પાદન માટે વધુ કંપનીઓને લાઈસન્સ આપવું જોઈએ : ગડકરી
વિભિન્ન વૈકલ્પિક ઈંધણો પર સતત કામ ચાલી રહ્યું છે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મંત્રાલય વિભિન્ન વૈકલ્પિક ઈંધણો પર સતત કામ ચાલી રહ્યું છે. ગડકરીએ કહ્યું કે આપણે ચોખા, મકાઈ, અને ખાંડને બચાવવા માટે સરપ્લસનો ઉપયોગ કરવો પડશે. ફ્લેક્સ ઈંધણ વિશે તેમણ કહ્યું કે, ઓટોમોબાઈલ ઉત્પાદકો, ખાસ કરીને ફોર-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ માટે ફ્લેક્સ એન્જિનો ફરજિયાત બનાવવાનો નિર્ણય ત્રણ મહિનામાં લેવામાં આવશે. ગડકરીએ કહ્યું કે અમેરિકા, કેનેડા અને બ્રાઝિલ જેવા ઘણા દેશોમાં ફ્લેક્સ એન્જિન છે. તેમણે કહ્યું કે વાહનની કિંમત એકસરખી રહે છે, પછી તે પેટ્રોલ હોય કે ફ્લેક્સ એન્જિન.
આ પણ વાંચો : બંગાળની જનતા પરિવર્તન ઇચ્છે છેઃ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત