ETV Bharat / bharat

દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યૂનો નિર્ણય

દેશની રાજધાનીમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી નવા કોવિડ-19 કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેથી દિલ્હી સરકારે 30 એપ્રિલ સુધી નાઇટ કરફ્યૂ લગાવી દીધું છે.

કોરોનાના વધતા કેસ
કોરોનાના વધતા કેસ
author img

By

Published : Apr 6, 2021, 12:58 PM IST

Updated : Apr 6, 2021, 2:57 PM IST

  • દિલ્હી સરકારે તાત્કાલિક અસરથી નાઇટ કરફ્યૂ લાદવાનો નિર્ણય લીધો
  • આ નિર્ણય 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે
  • અન્ય રાજ્યોમાં પણ રાત્રિકર્ફ્યૂ લાદવામાં આવ્યો

નવી દિલ્હી : કોરોનાના વધતા જતા કેસોને જોતા દિલ્હી સરકારે તાત્કાલિક અસરથી નાઇટ કરફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ રહેશે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. દિલ્હી સરકારે કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે.

3 એપ્રિલના રોજ 3,567 નવા અને 2 એપ્રિલના રોજ 3,594 કેસ નોંધાયા

સોમવારે રાજધાની દિલ્હીમાં 3,548 કોવિડ 19ના નવા કેસ નોંધાયા હતા. જેની કુલ સંખ્યા 6,79,962 પર પહોંચી ગઈ છે. જ્યારે તેનો પોઝિટિવિટી સંક્રમણનો દર 5.54 ટકા છે. એમ દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આરોગ્ય બુલેટિનમાં જણાવાયું છે. સતત ચોથા દિવસે દિલ્હીમાં 350થી વધુ નવા કેસ નોંધાયા છે. રવિવારે દિલ્હીમાં 4,033 નવા કેસ નોંધાયા હતા. જે 2021માં સૌથી વધુ સિંગલ-ડે ટેલી છે. શહેરમાં 3 એપ્રિલના રોજ 3,567 નવા અને 2 એપ્રિલના રોજ 3,594 કેસ નોંધાયા છે.

14 માર્ચથી સરકારે રાત્રિ કર્ફ્યૂ અંગે મહત્વની જાહેરાત કરી

રાજ્યમાં વધતા જતા કોરોના વાઈરસના કેસોને લઈને રાજ્ય સરકાર પોતે સતર્ક હોવાનો દાવો કરી રહી છે. જોકે, પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી હોય તેવું આંકડાઓ સાબિત કરી રહ્યા છે. ત્યારે 14 માર્ચથી સરકારે રાત્રિ કર્ફ્યૂ અંગે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 31 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ વખતે રાત્રિ કર્ફ્યૂ રાત્રે 10થી સવારના 6 સુધી રહેશે. કોરોના કાબૂમાં ન આવતા 31 માર્ચથી આગળ પણ રાત્રિ કર્ફ્યૂ વધારવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો, રાત્રે 10 વાગ્યા બાદ ST બસને પણ નો એન્ટ્રી

કર્ણાટકમાં તમામ પ્રકારના ધરણા અને પ્રદર્શન પર પ્રતિબંધ કરવાનો નિર્ણય

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટકમાં કોવિડ 19ના કેસ વધી રહ્યા છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ સોમવારે આ અંગે જણાવ્યું હતું કે, સરકારે આગામી 15 દિવસ સુધી રાજ્યમાં તમામ પ્રકારના ધરણા અને પ્રદર્શન પર પ્રતિબંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેમણે હાલ નાઈટ કર્ફ્યૂ અને લૉકડાઉન લાગુ કરવાની સંભાવનાને નકારી કાઢી હતી.

આ પણ વાંચો : કર્ણાટકમાં નાઈટ કર્ફ્યૂ કે લૉકડાઉન નહીં લાગેઃ યેદિયુરપ્પા

મહારાષ્ટ્રમાં અઠવાડિયાના અંતે લોકડાઉન સિવાય સોમવારે રાત્રે 8 કલાકથી કડક પ્રતિબંધ

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ઝડપથી વધી રેહલા કોરોના વાઇરસના સંક્રમણને જોતા અઠવાડિયાના અંતે શુક્રવારની રાત્રે આઠ ક્લાકથી સોમવાર સવારે સાત કલાક સુધી લોકડાઉન લાગુ કરવાનું રવિવારે જાહેર કર્યું હતું. પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે મંત્રીમંડળની બેઠક બાદ વાતચીત કરતા આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અઠવાડિયાના અંતે લોકડાઉન સિવાય સોમવારે રાત્રે 8 કલાકથી કડક પ્રતિબંધ પણ લાદવામાં આવશે. તેમણે કહ્યું કે, રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે અને અઠવાડિયાના બધા દિવસો પર કલમ ​​144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવશે.

આ પણ વાંચો : કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન, સોમવારથી કડક પ્રતિબંધ કરાશે

Last Updated : Apr 6, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.