ETV Bharat / bharat

ઉલ્ફા ભરતી કેસમાં NIAએ આસામમાં પાડ્યા દરોડા

આ દરોડા દરમિયાન NIAએ ઉલ્ફા સાથે સંબંધિત સંવેદનશીલ દસ્તાવેજો અને સાહિત્ય સહિત ડિજિટલ સાધનો, દારૂગોળો જપ્ત કર્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ મામલે વધુ તપાસ કરી રહી છે. ULFA recruitment case, NIA conducted raids in Assam, NIA raids in Assam

ઉલ્ફા ભરતી કેસમાં NIAએ આસામમાં પાડ્યા દરોડા
ઉલ્ફા ભરતી કેસમાં NIAએ આસામમાં પાડ્યા દરોડા
author img

By

Published : Sep 3, 2022, 11:44 AM IST

ગુવાહાટી: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (National Investigation Agency) આજે ​​ઉલ્ફા ભરતી કેસના (ULFA recruitment case) સંબંધમાં આસામના 7 જિલ્લાઓમાં 16 સ્થળોએ દરોડા (NIA raids in Assam) પાડ્યા હતા. આ જિલ્લાઓમાં કામર્પ, નલબારી, ડિબ્રુગઢ, તિનસુકિયા, સાદિયા, ચરૈદ્યો અને સિબસાગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. NIAને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ULFA ની પ્રવૃત્તિઓ વિશે જાણકારી મળી, જેમાં યુવાનોને ULFAમાં સામેલ કરવા, ખંડણી વસૂલવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે યુવાનોને ઉશ્કેરવા અને મ્યાનમારમાં ભારત-મ્યાનમાર સરહદે આ યુવાનોને તાલીમ આપવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : જમ્મુ, કઠુઆ અને સાંબામાં ટેરર ​​ફંડિંગ મામલે NIAના દરોડા

NIAએ આસામમાં પાડ્યા દરોડા : દરોડા દરમિયાન NIAએ ડિજિટલ સાધનો, દારૂગોળો સહિત સંવેદનશીલ દસ્તાવેજો અને ULFA સંબંધિત સાહિત્ય જપ્ત કર્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ મામલે વધુ તપાસ કરી રહી છે. અગાઉ પણ અપહરણ, હત્યા અને ખંડણીમાં સામેલ ગુનાહિત ગેંગની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)માં સક્રિય એવી ગેંગ અને તેના સભ્યોનું ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તપાસ એજન્સીને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આવા ગેંગ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. એવા ઘણા કિસ્સાઓ પણ બન્યા છે જ્યારે આવી ગુનાહિત ગેંગ ભારતની સુરક્ષા માટે હાનિકારક સંગઠનો સાથે મળીને કામ કરે છે.

આ પણ વાંચો : ટેરર ​​ફંડિંગ કેસમાં ડોડા અને જમ્મુમાં NIAના દરોડા

ગુનાહિત ગેંગ પણ NIAના નિશાના પર છે : દિલ્હી અને NCR ઉપરાંત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં કાર્યરત અન્ય ગુનાહિત ગેંગ પણ NIAના નિશાના પર છે. આ સંબંધમાં સત્તાવાર સૂત્રોએ 'ETV Bharatને જણાવ્યું હતું કે, NIA દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયરમાં નીરજ બબવાના ગેંગ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોના નામ સામેલ છે. જેમાં બબવાના ગેંગના સૌરવ, સુરબેગ, શુભમ બાલિયાન, રાકેશ, ઈરફાન દવિંદર, રોહિત ચૌધરી અને રવિ ગંગવાલના નામ સામેલ છે. બિશ્નોઈ ગેંગના સભ્યો કે જેમના નામ NIA ડોઝિયરમાં સામેલ છે તેમાં સંદીપ ઉર્ફે કાલા જેથેરી, કપિલ સાંગવાન, રોહિત મોઈ, દીપક બોક્સર, પ્રિન્સ તેબટિયા, અશોક પ્રધાન અને રાજેશ બાબનિયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.