આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
- આજે અલીગઢમાં યુવાનોનો 'મહાકુંભ' યોજાશે, ભારતીય લોકશાહીમાં યુવાનોની ભૂમિકા પર ચર્ચા થશે
અલીગઢમાં યુવાનોને લઈને પ્રથમ વખત આવા મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે, જે યુવાઓનો મહાકુંભ કહેવાય તો અતિશયોક્તિ નહીં ગણાય. અખિલ ભારતીય પંચાયત પરિષદ આજે યુવા સંમેલનનું આયોજન કરશે, જેમાં દૂર દૂરથી યુવાનો એકત્ર થશે. આ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર લોકોને ભારત ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવશે.
- આજે મોલ્ડોમાં ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર મંત્રણાનો 13મો રાઉન્ડ યોજાશે
ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર મંત્રણાનો 13 મો રાઉન્ડ આજે સવારે 10.30 વાગ્યે યોજાશે.
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
- અરવિંદ કુમાર બન્યા ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ 8 HCના ચીફ જસ્ટિસની નિમણૂક કરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે દેશની 8 હાઈકોર્ટ (High Court)માં નવા ચીફ જસ્ટિસની નિમણૂક (Appointment of Chief Justice)કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 4 હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બદલી કરી હતી. રાષ્ટ્રપતિએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમારની નિમણૂક કરી હતી. click here
- સેના પ્રમુખે ચેતવ્યા, અફઘાનિસ્તાનમાં સ્થિતિ સારી થતાં જ કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી શકે છે આતંકવાદીઓ
સેના પ્રમુખે (Army Chief) કહ્યું છે કે, ભારતીય સશસ્ત્ર દળ (Indian Armed Forces) કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે તૈયાર છે, કેમકે તેમની પાસે ઘુસણખોરી વિરોધી તેમજ જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના અંતરિયાળ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટેની એક વ્યવસ્થા છે. તેમણે કહ્યું છે કે, અફઘાનિસ્તાન (Afghanistan)માં સ્થિતિ સામાન્ય થતાં કાશ્મીરમાં ત્યાંથી આતંકવાદી આવી શકે છે. click here
- સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી લીના મારિયાને 200 કરોડની છેતરપિંડી કરવાનાં કેસમાં ત્રણ દિવસની ઇડી(ED)ની કસ્ટડીમાં
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગઈકાલે સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી લીના મારિયા(Actress Lina Maria)ને ત્રણ દિવસની ઇડી (ED)કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર પૂર્વ રેનબેક્સી પ્રમોટર શિવેન્દ્ર સિંહની પત્ની અદિતિ સિંહને 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. click here
- બાળકને ત્યજનાર સચિનને ગાંધીનગર લવાઇ રહ્યો છે : હર્ષ સંધવી
ત્યજેલા બાળક સ્મિત કેસમાં ગઈકાલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરીષદ સંબોધી જણાવ્યું હતું કે, શુક્રવારે બાળકને મુકીને તેના પિતા ભાગી ગયા હતાં અને તેને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા હતાં. તેને ગુજરાત લાવવામાં આવી રહ્યાં છે. તેની પુછપરછ બાદ આ કેસમાં વધુ વિગતો સામે આવશે. click here
- exclusive:
ETV bharat special: 'માત્ર જોબ કરવી એ હેતુ ન હોવો જોઈએ, ઘરમાં રહી તમારી શક્તિને પિછાણો' : પ્રીતિબેન કોટેચા
હાલ નવરાત્રિ (Navratri 2021)ના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ભારતીય પર્વમાં આધશક્તિના ગુણગાનનું ખુબ જ મહત્વ રહેલું છે. નવરાત્રી એટલે શક્તિ અને ભક્તિનો તહેવાર ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ(Indian culture)માં નારીને પણ એક શક્તિનું સ્વરુપ ગણવામાં આવ્યું છે, ત્યારે પોરબંદરથી શિક્ષિકા પ્રીતિબેન કોટેચા(પ્રશ્નાણી)એ ETV Bharat સાથે મહિલા સશક્તિકરણ, નારી શક્તિ તેમજ મહિલાઓને લઈને અનોખી વાત કરી હતી. વાંચો ખાસ અહેવાલ... click here
- sukhibhava:
કોવિડ -19 વાયરસ ટકી રહેવા માટે તેનો આકાર અને બંધારણ બદલી શકે છેઃ અભ્યાસ
કોવિડ -19 વાયરસ સામે લડવા માટે આખું વિશ્વ હજુ પણ એક છે, જે સમયની સાથે મજબૂત થઈ રહ્યું છે. જો કે, હાલમાં થયેલા એખ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ -19 વાયરસ ટકી રહેવા માટે તેનો આકાર અને બંધારણ બદલી શકે છે. ચાલો જોઈએ કે અભ્યાસમાં બીજા કયા તારણ બહાર આવ્યાં છે. click here